Not Set/ કોરોના બાદ દિવાળીનો અનેરો ઉત્સાહ, STએ પણ દોડાવી લોકો માટે વધુ બસ

આવનારા તહેવારોને લઈને પણ એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોને પોતના વતન જવામાં તકલીફ ન પડે. અને લોકો પરિવાર સાથે રહીને દિવાળીને ઉજવી શકે.

Top Stories Gujarat Others

દિવાળીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે એસટી નિગમ અત્યારથી જ સંચાલન માટે કામગીરી હાથ પર લીધી છે. કોવિડ કેસ ઘટી ગયા છે.  ત્યારે  દિવાળી દરમિયાન દરરોજ 250 વધારાની બસો ફાળવી મુસાફરોને વતન પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

  • દિવાળીનો પર્વ લાવ્યો હર્ષ સાથે ઉમંગ
  • દિવાળીમાં લોકો નિકળ્યા પોતના વતને
  • STબનાવ્યો લોકો માટે એક્શન પ્લાન

કોરોના બાદ દિવાળીનો તહેવાર લોકો માટે એક અનેરો ઉત્સાહ લઈને આવ્યો છે. અને જેના કારણે કોરોનામાં પોતાના વતન ન જઈ શક્યા લોકો હવે બહુ જ દિવસ બાદ પોતાના વતન જવા માટે નિકળી પડ્યા છે. ત્યારે મુસાફરોને વધારે સવલત મળે તેના માટે વધારાની બસો મુકવામાં આવી  છે.  જેમાં સૌથી વધારે અમદાવાદ, સુરત, અમરેલી, ભાવનગર અને પંચમહાલ જિલ્લા માટે બસની ફાળવણી કરવામાં આવી  છે. આવનારા તહેવારોને લઈને પણ એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોને પોતના વતન જવામાં તકલીફ ન પડે. અને લોકો પરિવાર સાથે રહીને દિવાળીને ઉજવી શકે.

જોકે તહેવારોના કારણે એસટી નિગમે  સુરતથી પંચમહાલ ગોધરા દાહોદ અને સંતરામપુર અને સૌરાષ્ટ્રમાં મુસાફરો વધુ હોવાથી  એ તરફ વધારા ની 290 બસ દોડાવવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ થી ગોધરા દાહોદ અને સંતરામપુર તરફ 55 વધારાની બસ દોડાવવામાં આવી છે. દિવાળીના પર્વમાં લોકોને મુસાફરી માટે રાહત રહે તેના માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. જેથી એસટી વિભાગને પણ ફાયદો થાય છે.  વર્ષ 2019 દરમિયાન 1.65 કરોડ, તો 2020 દરમિયાન કોવિડ હોવાના કારણે 20 લાખની આવક થઈ હતી.  ત્યારે આ વર્ષે એસટીને 6 કરોડની આવકનો અંદાજ છે.

દિવાળીનો તહેવાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખુબ જ રંગેચંગે મનાવવામાં આવતો હોય છે. ત્યારે ગુજરાતમાંથી પણ લોકો ગુજરાત બહાર જતા હોય છે. બીજા રાજ્યના લોકો ગુજરાતમાં આવતા હોય છે. જેને લઈને એસટી વિભાગે સારી કામગીરી કરીને લોકોની દિવાળીને વધુ સારી અને સરળ બનાવી દીધી છે. ત્યારે આપણે સૌ દિવાળી ઉજવીએ પણ સાવચેતી સાથે જ.

ડ્રગ કેસ / નવાબ મલિકના આરોપમાં શું છે તથ્ય ? સમીર વાનખેડે કેટલી મિલકત ધરાવે છે? આવો જાણીએ

Politics / દિવાળી પહેલા ભાજપને મોટો ઝટકો, પેટાચૂંટણીમાં માત્ર 7 બેઠકો હાથ લાગી

વડોદરા / માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા