Not Set/ રાજ્યમાં રીક્ષા ભાડામાં વધારો, નવા વર્ષથી વસુલી શકશે નવું ભાડું

રાજ્યમાં રીક્ષા ચાલકો છેલ્લા ઘણા સમયથી રીક્ષા ભાડામાં વધારાને લઇ માંગ કરી રહ્યા હતા. આજ રોજ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે રીક્ષા ચાલકોની બેઠક હતી. જેનો સુખદ અંત આવ્યો છે.

Gujarat Others Trending

રાજ્યમાં રીક્ષા ચાલકો છેલ્લા ઘણા સમયથી રીક્ષા ભાડામાં વધારાને લઇ માંગ કરી રહ્યા હતા. આજ રોજ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે રીક્ષા ચાલકો ની બેઠક હતી. જેનો સુખદ અંત આવ્યો છે.

મંત્રી પૂર્ણેશ મોદીએ રીક્ષા ચાલકો સાથે બેઠક કરી હતી અને મિનિમમ રીક્ષા ભાડામાં 3 રૂપિયાનો વધારો  કર્યો છે. લઘુત્તમ ભાડુ 10 થી વધારી 13 રૂપિયા કરાયું  છે. 5 નવેમ્બર નવા વર્ષથી નવું ભાડું લેવામાં આવશે. હવે 15 રૂપિયાની જગ્યાએ હવે 18 રૂપિયા લેવાશે. તો વેઇટિંગમાં 1 મિનિટનો 1 રૂપિયો લેવામાં આવશે. તો સાથે 5 કિ.મી.એ 55 રૂપિયા હતા તે વધારી 70 કરાયા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં CNG અને પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. બળતણના ભાવ વધવા છતાં રિક્ષાનું મિનિમન ભાડું નહીં વધતાં રિક્ષા ચાલક યુનિયન દિવાળી બાદ હડતાળ પર ઉતરવાની ચિમકી પણ આપી હતી. CNGનો ભાવ ઘટાડો કરવા અને રીક્ષાનું મિનિમન ભાડું વધારવા સહિતના મુદ્દે રીક્ષાચાલક યુનિયન આરટીઓને મળ્યું હતું. CNG ગેસમાં છેલ્લા 10 દિવસમાં 5 રૂપિયા અને 19 પૈસા ભાવ વધ્યા છે. અમદાવાદમાં CNG ગેસનો ભાવ 61. 49 પૈસાએ પહોંચ્યો છે. જેના કારણે ધંધાદારી રીક્ષા ચાલકોણે પણ મોંઘવારી નડી રહી છે.

ડ્રગ કેસ / નવાબ મલિકના આરોપમાં શું છે તથ્ય ? સમીર વાનખેડે કેટલી મિલકત ધરાવે છે? આવો જાણીએ

Politics / દિવાળી પહેલા ભાજપને મોટો ઝટકો, પેટાચૂંટણીમાં માત્ર 7 બેઠકો હાથ લાગી

વડોદરા / માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા