Not Set/ મીડિયામાં “દલિત” શબ્દનો ઉપયોગ કરવા પર લાગી બ્રેક, સરકારે જાહેર કરી એડવાઇઝરી

નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી દલિત સમુદાયના લોકો પર થઇ રહેલા અત્યાચારની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થયો છે, ત્યારે કેન્દ્ર સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા દેશના મીડિયા માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા એક માહિતી આપવામાં આવી છે કે, “તમામ ટીવી ચેનલોને બોમ્બે હાઈકોર્ટના એક નિર્ણયના સંદર્ભમાં અનુસૂચિત જાતિના લોકો સાથે […]

India Trending
25subhash3 મીડિયામાં "દલિત" શબ્દનો ઉપયોગ કરવા પર લાગી બ્રેક, સરકારે જાહેર કરી એડવાઇઝરી

નવી દિલ્હી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી દલિત સમુદાયના લોકો પર થઇ રહેલા અત્યાચારની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થયો છે, ત્યારે કેન્દ્ર સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા દેશના મીડિયા માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

મંત્રાલય દ્વારા એક માહિતી આપવામાં આવી છે કે, “તમામ ટીવી ચેનલોને બોમ્બે હાઈકોર્ટના એક નિર્ણયના સંદર્ભમાં અનુસૂચિત જાતિના લોકો સાથે જોડાયેલા લોકો માટે “દલિત” શબ્દનો ઉપયોગ કરવાથી બચે”.

Bombay High Court 131016 મીડિયામાં "દલિત" શબ્દનો ઉપયોગ કરવા પર લાગી બ્રેક, સરકારે જાહેર કરી એડવાઇઝરી
national-government-released-advisory-media-don’t-use-word-dalit-bombay high court

આ પહેલા ૭ ઓગષ્ટના રોજ દેશની તમામ પ્રાઈવેટ ચેનલોને લખવામાં આવેલા એક પત્રમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા જૂન મહિનામાં આપેલા એક આદેશનો ઉલ્લેખ કરાયો છે.

આ પત્રમાં મંત્રાલય દ્વારા મીડિયાને “દલિત” શબ્દનો ઉપયોગ નહી કરવાને લઈ એક આદેશ જાહેર કરતા તેઓને વિચાર કરવા માટે જણાવ્યું છે.

બોમ્બે હાઇકોર્ટ દ્વારા પંકજ મેશારામની પીટીશન પર બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.

Dalit Bandh PTI મીડિયામાં "દલિત" શબ્દનો ઉપયોગ કરવા પર લાગી બ્રેક, સરકારે જાહેર કરી એડવાઇઝરી
national-government-released-advisory-media-don’t-use-word-dalit-bombay high court

દિલ્હીમાં અનુસુચિત જાતિની ઓળખ ધરાવતા ભાજપના સાંસદ ઉદિત રાજે જણાવ્યું હતું કે, “આ શબ્દનો ઉપયોગ કરવા પર રોક લગાવવાથી કોઈ અસર પડશે નહી.

જયારે કોંગ્રેસના સાંસદ પી એલ પુનિયાએ પણ કહ્યું, “આ કોઈ અપમાનજનક શબ્દ નથી. આ શબ્દના ઉપયોગ કરવા પર ર્ક લગાવવાની કોઈ જરૂરત નથી”.

જાણકારોના જણાવ્યા મુજબ, આ શબ્દનો પહેલીવાર ઉપયોગ આજથી પાંચ દાયકા પહેલા એટલે કે ૧૯૬૭માં કરવામાં આવ્યો હતો. ૧૯૬૭માં “દલિત”ના નામથી એક સંગઠન જોડાયેલું હતું.તેનો સીધો મતલબ હતો કે ઉત્પીડનનો શિકાર હતો.

જયારે SC વિચારક ચંદ્રભાન પ્રસાદે કહ્યું હતું કે, “ગત એપ્રિલ મહિનામાં જયારે ભારત બંધના એલાન દરમિયાન જે દેશભરમાં જે પ્રકારે યુવાનો રસ્તાઓ પર આવ્યા હતા, તેનો ભારતીય સમાજ સ્વીકાર કરશે નહિ. જાતિ વ્યવસ્થામાં જે સુવર્ણ છે, તેઓને આ કારણે હેરાન થયા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, “આ શબ્દ તો વિદ્રોહનો છે”.