Not Set/ વાંચો, દુનિયાના આટલા કરોડ લોકો છે આળસના શિકાર, WHO ના રીપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્લી આજના સમયમાં દોડધામ ભરેલી જિંદગી  અને ઓફીસ વર્કવાળી નોકરી બીમારીઓને આમંત્રણ આપી રહી છે.સ્માર્ટફોન અને નેટના વધતા જતા ઉપયોગને કારણે બીજી બધી પ્રવૃત્તિમાં ભાગ લેવાનું ઓછુ કરી દીધું છે. મોટાભાગના લોકો રજાના સમયે આરામ કરવાનું પસંદ કરતા હોય છે. આ આરામ કરવાને લીધે તેઓ આળસ કરીને વર્કઆઉટ કરવાનું બંધ કરી દે છે.  ડબ્લ્યુએચઓ એ […]

Health & Fitness World Trending Lifestyle
g 1 વાંચો, દુનિયાના આટલા કરોડ લોકો છે આળસના શિકાર, WHO ના રીપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્લી

આજના સમયમાં દોડધામ ભરેલી જિંદગી  અને ઓફીસ વર્કવાળી નોકરી બીમારીઓને આમંત્રણ આપી રહી છે.સ્માર્ટફોન અને નેટના વધતા જતા ઉપયોગને કારણે બીજી બધી પ્રવૃત્તિમાં ભાગ લેવાનું ઓછુ કરી દીધું છે. મોટાભાગના લોકો રજાના સમયે આરામ કરવાનું પસંદ કરતા હોય છે. આ આરામ કરવાને લીધે તેઓ આળસ કરીને વર્કઆઉટ કરવાનું બંધ કરી દે છે.  ડબ્લ્યુએચઓ એ હાલમાં જ એક રીપોર્ટ જાહેર કર્યો છે. આ રીપોર્ટ મુજબ આળસ કરવાની મદદથી ઘણા લોકો પર ગંભીર  બીમારીઓનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ડબ્લ્યુએચઓના આકડા મુજબ ભારતમાં ૩૫ ટકાથી વધારે લોકો શારીરિક કામ કરવામાં આળસ કરે છે. ડબ્લ્યુએચઓના એક સર્વેક્ષણ પ્રમાણે શારીરિક કસરત ન કરવાને લીધે હ્રદયની બીમારી, કેન્સર, ડાયાબીટીસ અને માનસિક રોગનો ભય બન્યો રહે છે.

આ રીપોર્ટ ‘ ધ લાન્સેટ ગ્લોબલ હેલ્થ ‘ મેગેઝીનમાં જણાવવામાં આવ્યો છે. ભારતમાં વર્ષ ૨૦૧૬માં શારીરિક શ્રમ કરનાર મહિલાઓની સંખ્યા ૫૦ ટકા જેટલી હતી. જયારે પુરુષોની સંખ્યા ૩૫ ટકા હતી. દુનિયાભરમાં ત્રણમાંથી એક મહિલા જરૂરી વર્કઆઉટ નથી કરતી જયારે ચારમાંથી એક પુરુષ જરૂરી વર્કઆઉટ નથી કરતા.

વધારે આયુષ્ય ધરાવતા દેશોમાં શારીરિક કામ કરનાર લોકોની સંખ્યા ૩૭ ટકા છે. જયારે મધ્યમ આયુષ્ય ધરાવતા દેશોમાં આ સંખ્યા ૨૬ ટકા છે. મધ્યમ કરતા ઓછી આયુષ્ય ધરાવતા દેશોમાં શારીરિક શ્રમ કરનાર વસ્તી માત્ર ૧૬ ટકા જેટલી જ છે. આ રીપોર્ટ તૈયાર કરનાર લેખક રેગિના ગુથોલ્ડે કહ્યું હતું કે દુનિયાભરમાં સ્વાસ્થ્ય સંબંધી  બીમારીઓનો ભય વધી રહ્યો છે તે સાથે શારીરિક શ્રમ ઓછા કરનાર લોકોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.