Not Set/ AJLના સંબંધમાં રાહુલ-સોનિયા ગાંધીને મળ્યો ઝટકો, IT વિભાગે ફટકારી ૧૦૦ કરોડ રૂ.ની નોટિસ

નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટ દ્વારા એલએનડીઓની લીઝ રદ્દ કરતા કોંગ્રેસને હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો આદેશ આપવામાં આવી ચુક્યો છે, ત્યારબાદ હવે UPAની ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સોનિયા અને રાહુલ ગાંધીને AJL (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ) ના સંબંધમાં ૧૦૦ કરોડની નોટિસ […]

Top Stories India Trending
0521 rahul sonia 0 AJLના સંબંધમાં રાહુલ-સોનિયા ગાંધીને મળ્યો ઝટકો, IT વિભાગે ફટકારી ૧૦૦ કરોડ રૂ.ની નોટિસ

નવી દિલ્હી,

દિલ્હી હાઈકોર્ટ દ્વારા એલએનડીઓની લીઝ રદ્દ કરતા કોંગ્રેસને હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો આદેશ આપવામાં આવી ચુક્યો છે, ત્યારબાદ હવે UPAની ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સોનિયા અને રાહુલ ગાંધીને AJL (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ) ના સંબંધમાં ૧૦૦ કરોડની નોટિસ પાઠવવામાં આવી છે, કારણ કે બંને નેતાઓએ પોતાની આવક કરોડો રૂપિયા ઓછી દર્શાવી છે.

ઇન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ, “સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર AJLથી સંબંધિત ૧૦૦ કરોડ રૂપિયા આપવાના બાકી છે.

National Herald AJLના સંબંધમાં રાહુલ-સોનિયા ગાંધીને મળ્યો ઝટકો, IT વિભાગે ફટકારી ૧૦૦ કરોડ રૂ.ની નોટિસ
national-i-t-dept-slaps-rs-100-crore-tax-notice-on-rahul-sonia-over-ajl-income-articlesh

અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે સોનિયા અને રાહુલ ગાંધીને એફિડેવિટ ફાઇલ કર્યું છે. CBDTના સર્કુલર પર તેમને આ એફિડેવિટ દાખલ કરવી પડશે અને આ એફિડેવિટ ફાઇલ કરવાન માટે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહનો સમય આપ્યો છે.

આ મામલાની આગામી સુનાવણી ૨૯ જાન્યુઆરીએ થશે અને પી ચિદંબરમ, સોનિયા ગાંધી એન રાહુલ ગાંધીના વકીલ છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટ પહેલા જ રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીના ૨૦૧૧-૧૨ના ટેક્સ નિધારણ મામલાને ફરીથી ખોલવાની મંજૂરી ઇન્કમ ટેક્સ વિભાગને આપી દીધી છે.

big 456976 1494578921 AJLના સંબંધમાં રાહુલ-સોનિયા ગાંધીને મળ્યો ઝટકો, IT વિભાગે ફટકારી ૧૦૦ કરોડ રૂ.ની નોટિસ
national-i-t-dept-slaps-rs-100-crore-tax-notice-on-rahul-sonia-over-ajl-income-articlesh

નિચલી કોર્ટમાં સૌથી પહેલા આ મામલો ભાજપ નેતા સુબ્રમણિયમ સ્વામીએ ઉઠાવ્યો હતો. સ્વામીએ નાણા મંત્રીને પણ ટેક્સ ચોરી વિશે અરજી કરી હતી. જો કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નિચલી કોર્ટે ૧૯ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ જામીન આપ્યા હતા.

સ્વામીએ નિચલી કોર્ટમાં દાખલ પોતાની ફરિયાદમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય પર યંગ ઈન્ડિયા દ્વારા માત્ર ૫૦ લાખ રૂપિયાની ચૂકવણી કરી કોંગ્રેસ પાર્ટીની માલિકીવાળી એસોસિએટેડ જર્નલ્સના ૯૦.૨૫ કરોડ રૂપિયા વસૂલ કરવાનો અધિકાર મેળવીને છેતરપિંડી અને પચાઈ જવાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે.