Not Set/ દુનિયાને આકાશમાંથી જોવા માટે બની ગયો પાયલોટ, ચોંકી જશો કોકપીટમાંથી પાડેલા આ ફોટા જોઇને..

મનુષ્યના જીવનમાં સપના ઘણા મહત્વના છે. સપના જોયા પછી તે સપનાઓને પુરા કરવા ભાગવું તેનો આનંદ કઈક અલગ જ હોય છે.એક વિમાનના પાયલોટ જેટલું નસીબદાર કદાચ કોઈ નહી હોઈ શકે કે જેને સૂર્યોદય, સુર્યાસ્તથી માંડીને દુનિયાના સુંદર નજારા આકાશમાંથી જોવા મળતા હોય. ઘણા પાયલોટ વિમાનની કોકપીટમાંથી દુનિયામાં થઇ રહેલા કુદરતી ફેરફારને કેમેરામાં કેદ કરી લેતા […]

Top Stories World Trending
dh દુનિયાને આકાશમાંથી જોવા માટે બની ગયો પાયલોટ, ચોંકી જશો કોકપીટમાંથી પાડેલા આ ફોટા જોઇને..

મનુષ્યના જીવનમાં સપના ઘણા મહત્વના છે. સપના જોયા પછી તે સપનાઓને પુરા કરવા ભાગવું તેનો આનંદ કઈક અલગ જ હોય છે.એક વિમાનના પાયલોટ જેટલું નસીબદાર કદાચ કોઈ નહી હોઈ શકે કે જેને સૂર્યોદય, સુર્યાસ્તથી માંડીને દુનિયાના સુંદર નજારા આકાશમાંથી જોવા મળતા હોય.

jag દુનિયાને આકાશમાંથી જોવા માટે બની ગયો પાયલોટ, ચોંકી જશો કોકપીટમાંથી પાડેલા આ ફોટા જોઇને..

ઘણા પાયલોટ વિમાનની કોકપીટમાંથી દુનિયામાં થઇ રહેલા કુદરતી ફેરફારને કેમેરામાં કેદ કરી લેતા હોય છે, આવી જ એક સ્ટોરી છે સેન્ટીઆગો બોર્જાની. બોર્જા એ ક્લિક કરેલા અમુક ફોટાને લીધે તે તોફાનના પાયલોટ તરીકે ઓળખાય છે.

koi દુનિયાને આકાશમાંથી જોવા માટે બની ગયો પાયલોટ, ચોંકી જશો કોકપીટમાંથી પાડેલા આ ફોટા જોઇને..
storm-photography-pilot-santiago-borja

બોર્જાએ ચાર વર્ષ પહેલા વિમાનમાંથી કેમેરા દ્વારા ફોટા ક્લિક કરવાનું ચાલુ કર્યું હતું.

cha દુનિયાને આકાશમાંથી જોવા માટે બની ગયો પાયલોટ, ચોંકી જશો કોકપીટમાંથી પાડેલા આ ફોટા જોઇને..
storm-photography-pilot-santiago-borja

સીએનએન ન્યુઝ એજન્સી સાથે વાતચીતમાં તેણે કહ્યું કે થોડા સમય પછી મને લાગ્યું કે એરક્રાફ્ટમાંથી દુનિયાના ખુબ જ સુંદર નજારાને જોઈ શકાય છે. પહેલા હું કોકપીટમાંથી ખેંચેલા ફોટાને મારા પરિવાર અને મિત્રોને મોકલતો હતો જે સૌ કોઈને ખુબ ગમતા હતા.બોર્જાના પરિવાર અને મિત્રો જ નહી પરંતુ નાસાએ પણ તેના ક્લિક કરેલા ફોટાના વખાણ કર્યા હતા. નાસાને પણ બોર્જાના ફોટાઓમાં રસ પડ્યો હતો.

paa દુનિયાને આકાશમાંથી જોવા માટે બની ગયો પાયલોટ, ચોંકી જશો કોકપીટમાંથી પાડેલા આ ફોટા જોઇને..

તમને જણાવી દઈએ કે બોર્જાના ક્લિક કરેલા ફોટાના સંગ્રહને એક બુકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે જેનું નામ #TheStormPilot રાખવામાં આવ્યું છે.

બીજા બધા પાયલોટની સ્ટોરી તો સાંભળી હશે પરંતુ બોર્જા દુનિયાને યુનિક રીતે જોવી હતી જેને લીશે તેણે પાયલોટ બનવાનું પસંદ કર્યું હતું. હાલ બોર્જા બોઇંગ ૭૬૭ માં પાયલોટની ફરજ બજાવે છે.

lai દુનિયાને આકાશમાંથી જોવા માટે બની ગયો પાયલોટ, ચોંકી જશો કોકપીટમાંથી પાડેલા આ ફોટા જોઇને..

તમને એ પ્રશ્ન પણ થતો હશે કે બોર્જા તો પાયલોટ છે તેને ફ્લાઈટમાં દુનિયાના ફોટા આકાશમાંથી પાડવાનો સમય ક્યારે મળી જતો હશે ? બોર્જાએ આ પ્રશ્ન બાબતે કહ્યું કે જો સફર લાંબો હોય તો ત્રણથી ચાર પાયલોટ વારાફરતી પ્લેન ઉડાવે છે. તેથી જો ૧૨ કલાકની ફ્લાઈટમાં ૬ કલાક મને ઓફ કન્ટ્રોલના મળે. આ સમય એ મારા માટે એક ચોક્કસ તક છે જુદા-જુદા એન્ગલ અને જુદા-જુદા લેન્સથી તોફાનના ફોટા ક્લિક કરવાનો.

વધુમાં બોર્જાએ કહ્યું કે અમારી સાથે કોકપીટમાં બે મોટી બારી છે. આ બારીઓ એરક્રાફ્ટની બંને બાજુ પર છે. જોરદાર વાત એ છે કે આ બારીમાં અંદરની લાઈટના પ્રકાશની કોઈ અસર નથી થતી જેથી સુંદર જગ્યાના સુંદર ફોટા હું લઇ શકું છે.

jag દુનિયાને આકાશમાંથી જોવા માટે બની ગયો પાયલોટ, ચોંકી જશો કોકપીટમાંથી પાડેલા આ ફોટા જોઇને..

આની પહેલા પણ બીજા ઘણા પાયલોટે કોકપીટમાંથી ૩૦ હજાર ફૂટની ઉંચાઈ પરથી ફોટા લીધેલા છે પરંતુ બોર્જા વાતાવરણને ધ્યાનમાં રાખીને બધા કરતા અલગ રીતે કેમેરામાં ફોટાને કેદ કરે છે.

ઘણી વખત એવું પણ બને છે કે ધરતી પર થઇ રહેલા સુંદર તોફાનને હું જોઈ શકું છું પરંતુ તે સમયે હું પ્લેન ઉડાડવામાં વ્યસ્ત હોવું છુ તો આ ક્ષણ હું ચુકી જવું છુ.

બોર્જા ફોટોગ્રાફ માટે ડીએસએલઆર કેમેરાનો ઉપયોગ કરે છે.બોર્જાના કહેવા પ્રમાણે કેમેરો હાથમાં હોય કે ન હોય પરંતુ દુનિયાને કોકપીટમાંથી જોવી તેનો નજારો જ કઈક અલગ છે.ઘણી વખત મારા હાથમાં કેમેરો ન હોય તો તે સમયે હું આકાશમાં તારા જોઇને તે અદ્ભુત નજારાનો લ્હાવો લઇ લઉં છુ.