Not Set/ FIFA 2018 રશિયા: રશિયાએ ઈજીપ્તને 3-1 થી આપી મ્હાત

મોસ્કો, યજમાન રશિયાએ ફીફા વર્લ્ડકપના 21મા સંસ્કરણમાં ઈજીપ્તને 3-1થી હરાવી સતત બીજી જીત મેળવી છે. સેંટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં ગ્રુપ-એના મુકાબલામાં આ જીત સાથે રશિયાએ બે મેચોમાં 6 પોઈન્ટ બનાવી લીધા છે અને તે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કરવા પર પહોંચી ગયુ છે. તેમજ ઈજીપ્ત માટે આગામી તબક્કામાં જવુ ખૂબ જ મુશ્કેલ થઈ ગયુ છે. આ મેચમાં […]

Trending Sports
cropped tayyab 2018 FIFA 2018 રશિયા: રશિયાએ ઈજીપ્તને 3-1 થી આપી મ્હાત

મોસ્કો,

યજમાન રશિયાએ ફીફા વર્લ્ડકપના 21મા સંસ્કરણમાં ઈજીપ્તને 3-1થી હરાવી સતત બીજી જીત મેળવી છે. સેંટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં ગ્રુપ-એના મુકાબલામાં આ જીત સાથે રશિયાએ બે મેચોમાં 6 પોઈન્ટ બનાવી લીધા છે અને તે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કરવા પર પહોંચી ગયુ છે. તેમજ ઈજીપ્ત માટે આગામી તબક્કામાં જવુ ખૂબ જ મુશ્કેલ થઈ ગયુ છે. આ મેચમાં તમામ ગોલ બીજા હાફમાં કરવામાં આવ્યા હતા.

artem dzyuba russia egypt world cup 190618 c29996o0xb1n1tmqifceo10wb 1 FIFA 2018 રશિયા: રશિયાએ ઈજીપ્તને 3-1 થી આપી મ્હાત

રશિયા માટે આ મેચ ખૂબ જ મહત્વની હતી. તેણે પોતાની પ્રથમ મેચમાં સાઉદી અરબને 5-0થી હાર આપી હતી. તેના આગામી તબક્કામાં ઈજાથી વાપસી કરી રહેલ ઈજીપ્તના સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહ ખલેલ પહોંચાડી શક્તો હતો. જેથી આ સ્ટાર ખેલાડી વિરુદ્ધ રશિયાએ પહેલાથી જ રણનીતિ તૈયાર કરી લીધી હતી. તેના મિડફિલ્ડર યુરી ઝિર્કોવ સલાહના પડછાયાની જેમ તેની સાથે ચોંટેલા રહ્યા.

p06bl5rv 1 FIFA 2018 રશિયા: રશિયાએ ઈજીપ્તને 3-1 થી આપી મ્હાત

જોકે, મોહમ્મદ સલાહની વાપસી પણ રશિયાને મેચ જીતતા રોકી શકી નહતી. બન્ને ટીમે પ્રથમ હાફમાં ગોલ કરી શકી ના હતી. પોતાની પ્રથમ વિશ્વ કપ મેચ રમી રહેલ સલાહે જોકે, 42મી મિનિટમાં પોતાના પ્રદર્શનનો પરચો બતાવતા ગોલ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં તે નિષ્ફળ રહ્યો. બીજા હાફની શરુઆત ઈજીપ્ત માટે ખૂબ જ નિરાશાજનક રહી.

FIFA 2018 રશિયા: રશિયાએ ઈજીપ્તને 3-1 થી આપી મ્હાત

ઈજીપ્તના કેપ્ટન અહમદ ફતાહીએ 47મિનિટમાં બોલને ક્લીઅર કરવાના પ્રયાસમાં આત્મઘાતી ગોલ કરી રશિયાને 1-0થી આગળ કરી દીધુ. તે આ ટૂર્નામેન્ટનો પાંચમો આત્મઘાતી ગોલ રહ્યો. ત્યારબાદ ડેનિસે ૫૯મી મિનિટે સરળતાથી ગોલ કરી રશિયાને 2-0થી આગળ રાખ્યુ. ત્યારબાદ એરટેમ ડેજ્યુબાએ ઈલ્યા કુટેપોવેથી મળેલ બોલને સરળતાથી ગોલ પોસ્ટમાં નાખી સ્કોર 3-0 કર્યો. ત્યારબાદ ઈજીપ્ત તરફથી ૭૩મી મિનિટે સલાહે પોતાની પેનલ્ટી ગોલથી ટીમનુ ખાતુ ખોલાવ્યુ.

695256 mo salah egypt reuters FIFA 2018 રશિયા: રશિયાએ ઈજીપ્તને 3-1 થી આપી મ્હાત

આ મેચમાં જીત બાદ હવે ટોપ-16 માં રશિયાનું સ્થાન પાક્કું થઇ ગયું છે. જયારે ઈજીપ્ત પર એલિમિનેશનની તલવાર લટકી રહી છે. ઈજીપ્ત માટે આ પ્રતિયોગિતામાં બની રહેવાનો બધો આધાર સાઉદી અરેબિયા અને ઉરુગ્વેની મેચ પર રહેલો છે. જો આ મેચમાં ઉરુગ્વે, સાઉદી અરેબિયાને હરાવી દેશે તો ઈજીપ્ત આ પ્રતિયોગીતામાંથી બહાર ફેંકાઈ જશે.