ક્રિકેટ/ ધોની નહી પણ સચિને સૌ પ્રથમ રમ્યો હતો હેલિકોપ્ટર શોટ, Video

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગઇ છે, પરંતુ તેમના ચાહકો હજી પણ તેમને હેલિકોપ્ટર શોટ રમતા જોવા માંગે છે.

Sports
11 279 ધોની નહી પણ સચિને સૌ પ્રથમ રમ્યો હતો હેલિકોપ્ટર શોટ, Video

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગઇ છે, પરંતુ તેમના ચાહકો હજી પણ તેમને હેલિકોપ્ટર શોટ રમતા જોવા માંગે છે. ધોનીનો હેલિકોપ્ટર શોટ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે ધોની પહેલા પણ એક ભારતીય ક્રિકેટર આ પ્રકારનો હેલિકોપ્ટર શોટ રમી ચૂક્યો છે. ધોની પહેલા આ પ્રકારનાં શોટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર રમી ચૂક્યા છે. આનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

11 280 ધોની નહી પણ સચિને સૌ પ્રથમ રમ્યો હતો હેલિકોપ્ટર શોટ, Video

ક્રિકેટ જગતમાં શોક / પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર યશપાલ શર્માનું હાર્ટ એટેકથી નિધન

યોર્કર બોલ પર રન બનાવવું બેટ્સમેન માટે સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. જો કે, મહેન્દ્રસિંહ ધોનીએ લસિથ મલિંગા, જેમ્સ એન્ડરસન અને જેમ્સ ફોકનર જેવા અગ્રણી બોલરોનાં યોર્કર્સ પર હેલિકોપ્ટર શોટથી ઘણા છક્કા ફટકાર્યા છે. પરંતુ ધોની પહેલા સચિન તેંડુલકરે આ પ્રકારનો હેલિકોપ્ટર શોટ રમ્યો હતો. હવે તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આ શોટ રમતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ક્લિપ વર્ષ 2002 માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી વનડે મેચ દરમ્યાન ફટ કારવામાં આવ્યો છે.

Euro Cup-2020 / પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ ફટકારી ઇટલી બન્યુ બાદશાહ, ઈંગ્લેન્ડને હરાવ્યું

આ વીડિયોમાં સચિન તેંડુલકર ઈંગ્લેન્ડનાં પૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ કીર્ટર્લીનાં બોલ પર હેલિકોપ્ટર શોટ મિડ-વિકેટ તરફ બાઉન્ડ્રી ફટકારતા જોવા મળી રહ્યા છે. ધોનીની જેમ સચિન પણ પોતાનો આગળનો પગ હટાવીને શોટ રમતો જોવા મળે છે.

11 281 ધોની નહી પણ સચિને સૌ પ્રથમ રમ્યો હતો હેલિકોપ્ટર શોટ, Video

વંશીય ટીપ્પણી / ગોલ ના કરનાર ખેલાડી પર વંશીય ટીપ્પણી કરનાર સામે વડાપ્રધાન બોરિસ જહોન્સને આકરી ટીકા કરી

સચિને જે શોટ રમ્યો તે ધોનીનાં હેલિકોપ્ટર જેવો જ લાગે છે, જો કે તે થોડો જુદો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની તે વન-ડે મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતુ. આ સાથે જ ધોનીનાં હેલિકોપ્ટર શોટનાં ચાહકોમાં પણ ઘણો ક્રેઝ છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જેમાં ક્રિકેટ પ્રેમીઓ ધોનીનાં હેલિકોપ્ટર શોટની નકલ કરતા જોવા મળે છે. વળી, ક્રિકેટરો પણ ધોનીનો આ શોટ ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં, રાશિદ ખાન પણ ગોલ્ફ સ્ટીકથી ધોનીનો હેલિકોપ્ટર શોટ રમતો જોવા મળ્યો હતો.