Not Set/ #INDvWI : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ થઈ ટાઈ

વિશાખાપટ્ટનમ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની બીજી વન-ડે વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ હતી. બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૩૨૧ રન બનાવ્યા હતા. જો કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ ૫૦ ઓવરમાં ૩૨૧ રન બનાવી શકી હતી અને આ મેચ ટાઈમાં પરિણમી હતી. કેરેબિયન ટીમને […]

Top Stories Trending Sports
DqQ68T5X0AEEDLO #INDvWI : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ થઈ ટાઈ

વિશાખાપટ્ટનમ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની બીજી વન-ડે વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ હતી. બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૩૨૧ રન બનાવ્યા હતા.

જો કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ ૫૦ ઓવરમાં ૩૨૧ રન બનાવી શકી હતી અને આ મેચ ટાઈમાં પરિણમી હતી.

કેરેબિયન ટીમને જીત માટે અંતિમ બે બોલમાં ૭ રનની જરૂરી હતી, પરંતુ બે બોલમાં તેઓ ૬ રન જ કરી શક્યા હતા, અને સ્કોર ૩૨૧ રન સાથે સરભર રહ્યો હતો.

આ રોમાંચક મેચમાં શાનદાર સદી સાથે અણનમ ૧૫૭ રન બનાવનાર કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન શાઈ હોપે સદી ફટકારતા અણનમ ૧૨૩ રન બનાવ્યા હતા. આ ઉપરાંત હેટમેયરે તુફાની ઇનિંગ્સ રમતા ૬૪ બોલમાં ૯૪ રન ફટકાર્યા હતા.

ભારત તરફથી ચાઈનામેન બોલર કુલદીપ યાદવે ૩ વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે બનાવ્યા ૩૨૧ રન

આ પહેલા ઓપનર બેટ્સમેન શિખર ધવન ૨૯ રન અને પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારનારા રોહિત શર્મા માત્ર ૪ રન બનાવી આઉટ થયા હતા. જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ ૭૩ રન અને એમ એસ ધોની ૨૦ રન બનાવી આઉટ થયા હતા.

હાલમાં કેપ્ટન વિરાટ કોહલીએ સદી ફટકારવાની સાથે જ ૩૭મી સદી ફટકારતા અણનમ ૧૫૭ રન બનાવ્યા હતા. છે. બીજી બાજુ કોહલી પોતાની ઇનિંગ્સ દરમિયાન ૮૧ રન બનાવવાની સાથે જ સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કયો છે.

જયારે વેસ્ટ ઇન્ડીઝ તરફથી કેમર રોચે ૧ અને એશ્લે નર્સ તેમજ ઓબેદે મેક્કોએ ૨-૨ વિકેટ ઝડપી છે.

ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.ઝડપી બોલર ખલીલ અહેમદની જગ્યાએ ચાઈનામેન બોલર કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જયારે કેરેબિયન ટીમમાં ઝડપી બોલર ઓશાને થોમસની જગ્યાએ ઓબેદે મેક્કોયને સ્થાન આપવામાં આવ્યું છે.

વિરાટ કોહલી બનાવી શકે છે સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન

1540188858 AP 18294518620098 #INDvWI : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ થઈ ટાઈ
sports-#INDvWI-india-west-indies-second-odi-visakhapatnam-match

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારવાની સાથે જ ૧૪૦ રન બનાવ્યા હતા અને ભારતને એકતરફી જીત અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. બીજી વન-ડે મેચમાં કોહલી પોતાના ૧૦,૦૦૦ રન પુરા કરવાથી માત્ર ૮૧ રન દૂર હતો. જો કે આ મેચમાં ૧૦,૦૦૦ રન પૂર્ણ કરવાની સાથે જ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

સચિન તેંડુલકરે આ પહેલા ૨૫૯ ઇનિંગ્સમાં ૧૦,૦૦૦ રન પૂર્ણ કર્યા હતા, જયારે વિરાટ કોહલીએ માત્ર ૨૦૫ ઇનિંગ્સમાં ૧૦,૦૦૦ રન પુરા કરી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે.