Veritas-Rcom/ યાદ કરો વેરિટાસ, જેણે અનિલ અંબાણીની આરકોમને પત્તાનો મહેલ કહી હતી

અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિન્ડબર્ગે ભારતના અદાણી જૂથ સામે એકાઉન્ટ ફજિંગ અને શેરોમાં ગેરરીતિનો ચોંકાવનારો આરોપ મૂક્યો છે અને તેના પગલે અદાણી જૂથનું માર્કેટ કેપ 55 ટકા સુધી ઘટી ચૂક્યું છે. તે સમયે આપણને વર્ષો પહેલા કેનેડિયન રિસર્ચ ફર્મ વેરિટાસે Veritas-Rcom અનિલ અંબાણીના એડીએજી જૂથની રિલાયન્સ કમ્યુનિકેશન્સ સામે આવી જ આગાહી કરી હતી

Top Stories India
Veritas Rcom યાદ કરો વેરિટાસ, જેણે અનિલ અંબાણીની આરકોમને પત્તાનો મહેલ કહી હતી
  • આરકોમનો ભાવ 2014માં 77 રૂપિયા હતો ત્યારે વેરિટાસે તેનો વાસ્તવિક ભાવ 15 રૂપિયા કહ્યો હતો
  • આરકોમ પર 2.2 અબજ ડોલરનો ઋણબોજ તો અદાણી પર પણ 2 અબજ ડોલરનો ઋણબોજ
  • સત્યમ કમ્પ્યુટર્સે પણ 2009માં હિસાબી છેતરપિંડી આચરી હતી

Veritas-Rcom અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિન્ડબર્ગે ભારતના અદાણી જૂથ સામે એકાઉન્ટ ફજિંગ અને શેરોમાં ગેરરીતિનો ચોંકાવનારો આરોપ મૂક્યો છે અને તેના પગલે અદાણી જૂથનું માર્કેટ કેપ 55 ટકા સુધી ઘટી ચૂક્યું છે. તે સમયે આપણને વર્ષો પહેલા કેનેડિયન રિસર્ચ ફર્મ વેરિટાસે Veritas-Rcom અનિલ અંબાણીના એડીએજી જૂથની રિલાયન્સ કમ્યુનિકેશન્સ સામે આવી જ આગાહી કરી હતી તે સ્મૃતિપટલ પર ઉપસી આવે છે.

અંબાણી જૂથની રિલાયન્સનો ભાવ તે Veritas-Rcom સમયે તેણે 77 રૂપિયા હતો તેના બદલે તેનો વાસ્તવિક ભાવ 15 રૂપિયા જ હોવો જોઈએ તેમ કહેતા રિલાયન્સ કમ્યુનિકેશન્સના શેર અને તેની ગ્રુપ કંપનીઓના શેરમાં કડાકો બોલ્યો હતો. યોગાનુયોગ પણ એવો છે કે હાલમાં અદાણી જૂથ પર પણ હાલમાં બે અબજ ડોલરનું દેવું છે તો તે સમયે રિલાયન્સ કમ્યુનિકેશન્સ પર પણ 2.2 અબજ ડોલરનો ઋણબોજ હતો.

હિન્ડનબર્ગે અત્યારે અદાણી સામે હિસાબોમાં ઘાલમેલ અને શેરોમાં ગેરરીતિના આરોપ મૂક્યા છે તો વેરિટાસે પણ અંબાણી સામે ઊંચો ઋણબોજ, નબળી એકાઉન્ટિંગ પોલિસીઓ અને કોર્પોરેટ ગવર્નન્સના નબળા ધારાધોરણોનો આરોપ મૂક્યો હતો.  વેરિટાસે જણાવ્યું હતું કે કંપનીની હિસાબી પોલિસીઓ એકદમ ગાંડપણભરી છે. તેનાથી તેની કામગીરીનું સાચું ચિત્ર મળતું નથી. કંપની પાસે તેની ઋણ ચૂકવણી માટે કોઈપણ પ્રકારની નક્કર એસેટ નથી. તે સમયે તો અનિલ અંબાણી જૂથે આ આરોપો નકારી કાઢ્યા હતા અને તેને ભારતની વિકાસગાથા સામેના સવાલ કહ્યા હતા. પણ આજે હકીકત શું છે તે બધા જાણે છે.

આ જ રીતે સત્યમ કમ્પ્યુટર્સ જેવી ટોચની આઇટી કંપનીના સ્થાપકે પણ હિસાબોમાં ગેરરીતિ આચરી હતી અને કર્મચારીઓની ઓછી સંખ્યા હોવા છતાં પણ અવાસ્તવિક ધોરણે તેની ઊંચી સંખ્યા બતાવીને ઊંચા બિલો બતાવીને હિસાબી છેતરપિંડી કરી હતી. તેથી ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે અદાણી જૂથના શેરોમાં આ ધમાલ જ્યાં સુધી તે વાસ્તવિક સપાટી સુધી પહોંચશે નહી ત્યાં સુધી અટકવાની નથી. આના પગલે શેરોમાં ગેરરીતિની સંભાવના પણ ઉત્તરોતર મજબૂત બનતી જાય છે. જો કોઈ કંપની ફંડામેન્ટલી મજબૂત હોય તો પછી એક જ રિપોર્ટના આધારે તેના શેરોમાં આ રીતે કડાકો કેવી રીતે બોલી જાય અને એક વખત બોલી જાય તો પણ તેમા પછી રિકવરી ઝડપથી આવી જાય છે. આમ ફક્ત મલ્ટિનેશનલ કંપની બનવા માંગતા અદાણી જૂથે કોર્પોરેટ ગવર્નન્સથી લઈને હિસાબી નીતિઓના મોરચે ઘણી લાંબી દડમજલ કાપવાની જરૂર વર્તાઈ રહી છે.

આ પણ વાંચોઃ

Adani-RBI/ રિઝર્વ બેન્કે લીધી બેન્કોની ઉલટ તપાસઃ બોલો અદાણીને કેટલી લોન આપી

Murder Accused Arrested/ સુરત પોલીસે દસ વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીની કરી ધરપકડ

Trainkand Accused/ સુરતમાં ટ્રેન ઉથલાવવાનો આરોપી ઓરિસ્સામાંથી પકડાયો