Murder Accused Arrested/ સુરત પોલીસે દસ વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીની કરી ધરપકડ

સુરત પોલીસે ગુનો કરીને બીજા રાજ્યોમાં ભાગી જનારા ગુનેગારોને પકડવા માટે ઝુંબેશ શરૂ કરી છે. તેના પગલે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દસ વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનામાં નોંધાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પણ સ્થાનિક રહેવાસી નહી પણ મૂળ ઓરિસ્સાનું હોવાનું બહાર આવ્યું છે.

Top Stories Surat
Murder Accused Arrested સુરત પોલીસે દસ વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીની કરી ધરપકડ

Murder Accused Arrested સુરત પોલીસે ગુનો કરીને બીજા રાજ્યોમાં ભાગી જનારા ગુનેગારોને પકડવા માટે ઝુંબેશ શરૂ કરી છે. તેના પગલે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દસ વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનામાં નોંધાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પણ સ્થાનિક રહેવાસી નહી પણ મૂળ ઓરિસ્સાનું હોવાનું બહાર આવ્યું છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા Murder Accused Arrested આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં 10 વર્ષથી ભાગતા ફરતા આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મૂળ ઓરિસ્સાનો રહેવાનું હોવાનું સામે આવ્યું છે.

સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2013માં એક હત્યાનો ગુનો Murder Accused Arrested દાખલ થયો હતો. આ હત્યાના ગુનામાં આરોપી છેલ્લા 10 વર્ષથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લા ખાતેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસની મદદથી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી આરોપી શિવા પાત્રની ધરપકડ કરી છે.

આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2013માં સુરતના પાંડેસરાના જય અંબે નગર પાસે બમરોલી ગામ ચાર રસ્તા નજીક જાહેરમાં તેને મિત્ર સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં ઝઘડાના પંદર દિવસ પછી શિવા પાત્ર નામના ઇસમે બુધિયા રાઠોડ નામના ઇસમની હત્યા કરી નાખી હતી. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013 માં હત્યાનો ગુનો દાખલ થયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ આરોપીની ધરપકડ કરી તેને પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

સુરત પોલીસની જૂના કેસોને પણ ઉકેલવાની શરૂ કરવામાં આવેલી આ પહેલથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાના આરોપી ઉપરાંત સુરતના કતારગામ વિસ્તારમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાનો પ્રયાસ કરવાના ગુનામાં ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી પકડી પાડ્યો છે. આ આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં NDPSના બે ગુનાઓ પણ નોંધાયા છે.

Trainkand Accused/ સુરતમાં ટ્રેન ઉથલાવવાનો આરોપી ઓરિસ્સામાંથી પકડાયો

Adani-JPC Demand/ અદાણીના મુદ્દે સંસદમાં વિપક્ષનો જોરદાર હંગામો, જેપીસી રચવાની માંગ

Vande Bharat Metro/ વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દેશભરમાં દોડશે: રેલ્વે મંત્રી