- પતંગના દોરામાં લપેટાયેલી હતી બાળકી
- સમગ્ર ઘટના બાબતે પોલીસે તપાસ હાથ ધરી
પતંગની દોરીથી ઘાયલ પક્ષી કે પછી દોરીથી ઈજા પામેલા તો ઘણા બધા ને આપને જોયા હશે. પરંતુ શું કોઈ માતા પોતાના નવજાતને પતંગની દોરીમાં વીંટીને સહજતાથી કચરાપેટીમાં ફેકી શકે..? હા.. ફેકી શકે.. આ કલિયુગ છે. કાઈ પણ બની શકે. સુરતના પનાસ માં આવી જ એક ઘટના બની છે.
સુરત ખાતેથી ત્યજાયેલી માસુમ બાળકી મળી આવી છે. વહેલી સવારે ઘરેથી નાસ્તો લેવા નીકળેલી ધારા ગોડસે નામની કિશોરીને આ બાળકી મળી આવી હતી. વહેલી સવારે ધારા નાસ્તો લેવા માટે ઘરેથી નીકળી હતી જ્યાં તેને રોડની સાઈડમાં પડેલી કચરાપેટીમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પનાસ ગામના એસએમસી ક્વાટર્સમાં રહેતી 15 વર્ષની ધારા ગોડસે વહેલી સવારે નાસ્તો લેવા જતી હતી. રસ્તામાં એક કચરાપેટીમાંથી કોઈ બાળકીના રડવાનો અવાજ આવતો હતો. આ 15 વર્ષની બાહોશ કિશોરીએ કચરાપેટી પાસે ગઈ. અને તેણે ત્યાં પતંગના દોરમાં વીંટળાયેલી તાજી જન્મેલી બાળકીને જોઈ હતી.
બાળકીને જોઈ તરત ધારાએ તેને કચરાપેટીમાંથી બહાર કાઢી લીધી હતી. અને તેને પોતાની સાથે દુકાને લઈ ગઈ હતી. અને ત્યાં બેસીને તેણે બાળકીનાં ગળાં પર લપેટાયેલી દોરીઓ કાઢી હતી. અને વહેલી સવારે ઠંડીમાં મરવા મૂકી ગયેલ માતાની ત્યજાયેલી બાળકીને તેણે કપડાં પહેરાવીને ગરમીની હૂંફ આપી હતી.
આ દરમિયાન દુકાન પર તેણીની માતા આવી પહોચી હતી. અને તેણે બાળકી અંગે પૃચ્છા કરતા ધારે સમગ્ર હકીકત જણાવી હતી.
જે બાદ ધારાની માતા પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. અને તેઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને પોલીસને પણ જાણ કરી હતી. એમ્બ્યુલન્સમાં બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
