Surendranagar/ ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા શહેરી વિસ્તારમા કોમ્બીંગ હાથ ધરાયુ

અસામાજીક પ્રવૃતિ રોકવા પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બીંગ કરવાનો નવતર પ્રયોગ

Gujarat Others

ધ્રાંગધ્રા: અસામાજીક પ્રવૃતિ રોકવા પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બીંગ કરવાનો નવતર પ્રયોગ કરતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા સોમવારે શહેરી વિસ્તારમા કોમ્બીંગ હાથ ધરાયુ હતું.

સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનાખોરી વધતી જતી હોવાથી જીલ્લા પોલીસ વડા દ્વારા ગુનાખોરીને રોકવા સમયાંતરે કોમ્બીંગ હાથ ધરવાનો નવતર પ્રયોગ હાથ ધર્યાં છે જેમા ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહીતની અધ્યક્ષતામા સમગ્ર શહેરી વિસ્તારમા પોલીસ કાફલા સાથે કોમ્બીંગ હાથ ધરાયુ હતુ.

આ કોમ્બીંગ દરમિયાન પોલીસે ગુન્હાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલ અસામાજિક તત્વોના રહેણાંક મકાને તેમજ ઠેકાણાઓની તપાસ હાથ ધરી હતી. સાથે જ કોમ્બીંગ દરમિયાન આડેધડ વાહન પાર્ક કરનાર તથા ટ્રાફીક નિયમનો ભંગ કરનાર શખ્સોને રૂ. પાંચ હજારનો દંડ તથા સાત જેટલા વાહનો ડિટેઈન કરાયા હતા.


સુરેન્દ્રનગર જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

સુરેન્દ્રનગર જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો