ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ રાજ્યમાં સતત છઠ્ઠીવાર BJP ની સરકાર બનવા જઈ રહી છે. ચુંટણીમાં વિજય બાદ પાટનગર ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને ઉપ-મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલે શપથ લીધા હતા. સાથે સાથે CM રૂપાણી કેબિનેટમાં ૮ કેબિનેટ કક્ષાના અને ૧૦ રાજયકક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જેમાં
સીએમ રૂપાણી કેબિનેટમાં સૌરાષ્ટ્ર-કચ્છ માંથી ૭, ઉત્તર ગુજરાત માંથી ૬, દક્ષિણ ગુજરાત માંથી ૫ અને મધ્ય ગુજરાત માંથી ૨ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
મંત્રીમંડળમા સ્થાન પામેલા પાટીદાર મંત્રીઓ :
નીતિન પટેલ
સૌરભ પટેલ
આર. સી. ફળદુ
જયેશ રાદડીયા
કૌશિક પટેલ
પરબત પટેલ
કિશોર કાનાણી
ઈશ્વર પટેલ
ઓબીસી સમુદાય : દિલીપ ઠાકોર
બ્રાહ્મણ : વિભાવરીબેન દવે
દલિત નેતા : ઈશ્વર પરમાર
ક્ષત્રિય નેતા : ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, જયદ્વથ સિંહ પરમાર
આદિવાસી સમુદાય : ગણપત વસાવા, બચુભાઈ બારડ, રમણભાઈ પાટકર
CM રૂપાણી મંત્રીમંડળમા પ્રથમવાર સ્થાન પામેલા મંત્રીઓ :
સૌરભ પટેલ
આર સી ફળદુ
વાસણ આહિર
વિભાવરીબેન દવે
રમણ પાટકર
ઈશ્વર પરમાર
કૌશિક પટેલ
પરબત પટેલ
કૌશિક કાનાણી
CM રૂપાણી મંત્રીમંડળમા આ મંત્રીઓને કરાયા રિપીટ :
જયેશ રાદડિયા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ગણપત વસાવા
દિલીપ ઠાકોર
પ્રદીપસિંહ જાડેજા
જયદ્રથસિંહ પરમાર
બચુભાઈ ખાવડ
આ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું નથી :
બાબુ બોખીરિયા, રાજેન્દ્ર ત્રિવેદી, વલ્લભ કાકડિયા
