Jamnagar News : જામનગરમાં દરિયાઈ વિસ્તારમાં આવેલા જોખમરૂપ આઠ દાર્મિક દબાણો પર બુલડોઝક ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં સંવેદનશીલ દરિયાકાંઠો ધરાવતા જામનગર જિલ્લામાં મંગળવારે મોડીરાત્રે વન વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ધાર્મિક દબાણો ખીજડિયા બર્ડ અને મરીન સેન્ક્ચ્યુરીના પર્યાવરણ તથા બાયો ડાઇવર્સિટી માટે જોખમરૂપ હતાં.
સંવેદનશીલ દરિયાકાંઠો ધરાવતા જામનગર જિલ્લામાં 8 ધાર્મિક દબાણ દૂર કરાયાં છે. મંગળવારે મોડીરાત્રે વન વિભાગની ટીમ અને જામનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે જામનગરનો દરિયાકાંઠો ઘણો સંવેદનશીલ છે. અહીં બર્ડ સેન્ક્ચ્યુરી પણ આવેલું છે. જામનગરના દરિયાકાંઠે ઘણાં ધાર્મિક દબાણો કરેલાં હતાં. વન વિભાગની ટીમે આ ધાર્મિક દબાણો હટાવ્યાં હતાં. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ન થાય એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ફાળવાયો હતો. એ ધાર્મિક દબાણો લેન્ડિંગ પોઇન્ટ જેવી ઘણી સંવેદનશીલ જગ્યાએ હતાં. ભૂતકાળમાં જામનગરમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ આવાં ધાર્મિક સ્થળોએ આશરો લીધો હતો. એટલા માટે વન વિભાગ સાથે મળીને આ દબાણ હટાવાયાં છે.

જામનગરના દરિયાકાંઠે પીરોટન ટાપુ સહિતના ટાપુઓ પરથી ગેરકાયદે દબાણો હટાવાયાં હતાં. જે દબાણો બાકી રહી ગયાં હતાં એ આજે હટાવાયાં છે. આ વખતે 8 ધાર્મિક દબાણ દૂર કરાયાં છે અને 15 હજારથી 25 હજાર સ્ક્વેર ફૂટ આસપાસની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ જગ્યા સેન્ક્ચ્યુરીની છે, દરિયાકાંઠાની જગ્યા છે અને દેશની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વની જગ્યા છે.જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પંચકોશી પોલીસ સ્ટેશન અને બીડી મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લેન્ડિંગ પોઇન્ટ નજીકના વિસ્તારોમાં આ દબાણો હતાં. આ ઓપરેશન દરમિયાન કુલ 15,000 સ્ક્વેર ફૂટ જમીન અને 9,000 સ્ક્વેર ફૂટ બાંધકામક્ષેત્રમાંથી દબાણો દૂર કરવામાં આવ્યાં છે.
આ દબાણો છેલ્લાં 10 વર્ષથી કરવામાં આવ્યા હતા અને મરીન સેન્ક્ચ્યુરી તથા ખીજડિયા બર્ડ સેન્ક્ચ્યુરીની બાયો ડાઇવર્સિટી અને મેંગ્રોવને નુકસાન પહોંચાડતાં હતાં. આ ઉપરાંત આ દબાણો ભારતીય દરિયાઈ સુરક્ષાને પણ ખતરો ઊભો કરતાં હતાં. જામનગરના પીરોટન ટાપુ સહિતના ટાપુઓ પરથી પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યાં છે. આ જગ્યા દરિયાકાંઠાની સંવેદનશીલ જગ્યા છે અને દેશની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વની છે.

આ ઓપરેશન દરમિયાન એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પંચકોશી પોલીસ સ્ટેશન, બીડી મરીન પોલીસ સ્ટેશન અને SOG PI બી.એન. ચૌધરીની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ સમગ્ર કામગીરી મોડીરાત્રે પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. દબાણો દૂર કરવાના આંકડા જમીન ક્ષેત્રફળ: અંદાજિત 15,000 સ્ક્વેર ફૂટ
બાંધકામ ક્ષેત્રફળ: અંદાજિત 9,000 સ્ક્વેર ફૂટ
ગેરકાયદે કબજો: આશરે 10 વર્ષથી

આ ઓપરેશનથી સરકાર અને વન વિભાગની પર્યાવરણ રક્ષણ અને દરિયાકાંઠાની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. મરીન સેન્ક્ચ્યુરી અને બર્ડ સેન્ક્ચ્યુરીના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આ પ્રકારની કાર્યવાહી આવનારા સમયમાં પણ ચાલુ રહેશે.
આ પણ વાંચો: જામનગરમાં 24 મીટર ડી પી રોડની કામગીરીને લઈ મેગા ડિમોલિશન
આ પણ વાંચો: મેગા ડિમોલિશનઃ 52 કરોડની કિંમતની 1.25 લાખ ફૂટ જગ્યા અને 10.5 હજાર ચોરસ મીટર ધાર્મિક સ્થળના દબાણો દૂર કરાયા
આ પણ વાંચો: જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત
