Not Set/ ચીનમાં ગંભીર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક અથડાતાં, 36 ના મોત

માર્ગ અકસ્માતના ઘણા બનાવો અવારનવાર બનતાં જ રહે છે. ચીનમાં આવી જીવલેણ ઘટનાઓના અહેવાલો ઘણી વાર આપણે જોતાં હોઈએ છીએ. અંહી ચીનમાં ટ્રાફિક નિયમોને જોઈને ઘણી વાર લોકો દ્વારા  તેનું ઉલ્લંઘન કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ, ફક્ત 2015 માં જ ચીનમાં 58 હજાર લોકો જીવલેણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન જ […]

Top Stories World

માર્ગ અકસ્માતના ઘણા બનાવો અવારનવાર બનતાં જ રહે છે. ચીનમાં આવી જીવલેણ ઘટનાઓના અહેવાલો ઘણી વાર આપણે જોતાં હોઈએ છીએ. અંહી ચીનમાં ટ્રાફિક નિયમોને જોઈને ઘણી વાર લોકો દ્વારા  તેનું ઉલ્લંઘન કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ, ફક્ત 2015 માં જ ચીનમાં 58 હજાર લોકો જીવલેણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન જ એ 90% જેટલા અકસ્માતોને આભારી છે.

શનિવારે, ચીનના પૂર્વ જિયાંગ્સુ પ્રાંતમાં એક પેસેન્જર 69 યાત્રીઓને લઈને એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહી હતી. એક્સપ્રેસ વે પર બસ અને ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બસમાં લગભગ 69 લોકો હતા. ઘાયલ થયેલા 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે 26 લોકોને ઈજાઓ પહોંચી છે.

એક મુસાફરને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરી હતી. ચાંગચૂન-શેનઝેન એક્સપ્રેસ વે લગભગ આઠ કલાકના બચાવ રાહત કાર્ય બાદ ફરી ખુલ્યો મૂકવામાં આવ્યો છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.