Not Set/ નદીનાં વહેણમાં બે ગામ વચ્ચેનો કોઝવે ધોવાયો, સંપર્ક વિહોણા ગામે તંત્રનો સપર્કે કર્યો છતાં તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકાનાં બે ગામો વચ્ચે સંપર્ક તૂટ્યો છે. ભારે વરસાદના કારણે નદીનાં વહેણમાં બે ગામ વચ્ચેનો કોઝવે ધોવાયો હતો. છલાળા અને બલાળા ગામ વચ્ચેનું નાળુ પાણીમાં ગરકાવ થતા. ગામની બહાર જવાનો એક માત્ર રસ્તો તૂટી ગયો છે. જેના કારણે લોકોને બહાર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યુ છે. સંપર્ક વિહોણા ગામે તંત્રનો સપર્કે […]

Top Stories Gujarat Trending

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકાનાં બે ગામો વચ્ચે સંપર્ક તૂટ્યો છે. ભારે વરસાદના કારણે નદીનાં વહેણમાં બે ગામ વચ્ચેનો કોઝવે ધોવાયો હતો. છલાળા અને બલાળા ગામ વચ્ચેનું નાળુ પાણીમાં ગરકાવ થતા.

ગામની બહાર જવાનો એક માત્ર રસ્તો તૂટી ગયો છે. જેના કારણે લોકોને બહાર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યુ છે. સંપર્ક વિહોણા ગામે તંત્રનો સપર્કે કર્યો છે. છતાં તંત્ર રેસ્ક્યુ કામગારી કરવા નિષ્ક્રિય સાબિત થતુ જોવા મળી રહ્યુ છે.

અવિરત પડી રહેલા વરસાદે સમગ્ર ગુજરાતના ઘણા ભાગોમાં તારાજી સર્જી છે. ખાસ કરીને નાના ગામડાઓમાં વરસાદને લીધે જનજીવનને માઠી અસર પહોચી છે. છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વર્ષાને કારણે ચુડા તાલુકામાં આવેલા બલાળા ગામનું નાળું તુટી ગયું હતું. જેના લીધે આ ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. અત્યાર સુધી આ ગામમાં આશરે 175 મીમીથી પણ વધુ વરસાદ નોંધાયો હતો.