Manipur News: પીએમ નરેન્દ્ર મોદી મણિપુરના ચરાચંદપુર પહોંચ્યા છે. તેમણે હજારો કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. આ પ્રસંગે, પીએમ મોદીએ મણિપુરના લોકોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ અહીંના લોકોને સલામ કરે છે. તમારા પ્રેમને ક્યારેય ભૂલી શકતો નથી. મણિપુર એ મણિ છે જે સમગ્ર ઉત્તર પૂર્વને ચમકાવશે.”
પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં હંમેશા કનેક્ટિવિટીના પ્રશ્નો રહ્યા છે. સરકારે મણિપુરના કનેક્ટિવિટી માટે બે સ્તરો પર કામ કર્યું છે. રેલ અને રોડ માટે બજેટમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. શહેરો ઉપરાંત, મણિપુરના ગામડાઓમાં પણ રસ્તા બનાવવામાં આવ્યા છે. અમારી સરકાર દરમિયાન રેલ પ્રોજેક્ટનો વિસ્તાર થયો છે.
પીએમ મોદીએ કહ્યું કે પહેલા દિલ્હીથી થતી જાહેરાતોને મણિપુર સુધી પહોંચવામાં દાયકાઓ લાગતી હતી.મણિપુર પણ દરેક રાજ્યની જેમ, આગળ વધી રહ્યું છે. યુવાનો માટે રોજગારની તકો ઉભી થઈ રહી છે. ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
પીએમ મોદીએ મણિપુરને શાંતિનો સંદેશ પણ આપ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ મણિપુરના લોકો સાથે ઉભા છે, લોકોએ શાંતિના માર્ગ પર આગળ વધવું જોઈએ અને તેમના સપના પૂરા કરવા જોઈએ, તેમના બાળકોના સપના પૂરા કરવા જોઈએ. પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી સંસ્થાઓએ વાતચીતની પહેલ કરી છે. બીજી એક મોટી જાહેરાત કરતા પીએમએ કહ્યું છે કે વિસ્થાપિત પરિવારોને સંપૂર્ણ મદદ આપવામાં આવશે. ભારત સરકાર રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે.
આ પણ વાંચો:ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’… ઓપરેશન સિંદૂરની સફળતાનું આ જ કારણ છે, પીએમ મોદી
આ પણ વાંચો:પીએમ મોદી અને રાહુલ ગાંધીએ રાજસ્થાનની દુર્ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી
આ પણ વાંચો:પીએમ મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે, જેની શરૂઆત બિહારથી થશે
