Entertainment News/ ધર્મ પર ટિપ્પણી કરવા બદલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બલરાજ સિંહની ધરપકડ

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બલરાજ સિંહની એરપોર્ટ પરથી ગોરેગાંવ પોલીસે ધરપકડ છે ધર્મ પર ટિપ્પણી બદલ એક્ટ્રેસ ઝોયા ખાને ફરિયાદ કરી હતી

Entertainment
socil Media influencer Balraj Singh arrested

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને તાન્યા મિત્તલના કથિત ભૂતપૂર્વ બોયફ્રેન્ડ બલરાજ સિંહની ધરપકડ કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ ગોરેગાંવ પશ્ચિમ પોલીસે એક ચોક્કસ ધર્મ પર નિવેદન આપવા બદલ બલરાજની ધરપકડ કરી છે. એક્ટ્રેસ ઝોયા ખાને, જેણે બલરાજ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો, તેણે તાજેતરમાં એક ઓડિયો ક્લિપ શેર કરી હતી જેમાં બલરાજ અને ઝોયા વચ્ચે એક ચોક્કસ ધર્મ પર વાંધાજનક ટિપ્પણી પર દલીલ થઈ હતી.

જાણવા મળ્યુ છે કે એક્ટ્રેસ ઝોયા ખાન, જેણે બલરાજ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો, તેણે તાજેતરમાં એક ઓડિયો ક્લિપ શેર કરી હતી જેમાં બલરાજ અને ઝોયા વચ્ચે એક ધર્મ પર વાંધાજનક ટિપ્પણી પર દલીલ થઈ હતી. ઝોયાએ તેના ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં એમ પણ જણાવ્યું હતું કે તેણે બલરાજ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે.
ઝોયા ખાને એવો પણ દાવો કર્યો હતો કે બલરાજે તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કર્યો હતો, તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને તેના ફોટાનો ઉપયોગ કરીને તેને બ્લેકમેલ કરી હતી. ઝોયાએ કહ્યું કે બલરાજે તેની સાથે લગ્ન કરવાનું અને ધર્મ પરિવર્તન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ ફક્ત પોતાના ફાયદા માટે.

તાન્ય મિત્તલ અને બલરામ વચ્ચેનો સબંઘ?
તમને જણાવી દઇએ બલરાજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. બલરાજના ઇન્સ્ટાગ્રામ પર 26 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ ઉપરાંત, તેની યુટ્યુબ ચેનલ બલરાજ સિંહ એન્ટરટેઈનમેન્ટના 82 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

જ્યારથી તાન્યા મિત્તલ બિગ બોસના ઘરમાં ગઇ છે, ત્યારથી બલરાજ સતત તેના વિરુદ્ધ નિવેદનો આપતો રહેતો હોય છે. તેમણે તાન્યાને ‘બનાવટી’ ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે પોતાને ધનવાન અને શક્તિશાળી બતાવે છે, જ્યારે સત્ય અલગ છે. બલરાજે તાન્યા મિત્તલનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તાન્યાએ ક્યારેય બલરાજ સાથેના તેના સંબંધો વિશે સીધી રીતે કંઈ કહ્યું નથી.

બલરાજે કહ્યું કે તાન્યા સાથેનો તેનો સંબંધ લાંબો સમય ટક્યો નહીં કારણ કે તેને નકલી લોકો પસંદ નથી. બલરાજના મતે, તાન્યા ઘણીવાર દેખાડો કરવાની વાત કરે છે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે તે ચાંદીના વાસણોમાં પાણી પીવાની અને સોનાની થાળીમાં ખાવાની વાત કરે છે, જ્યારે વાસ્તવમાં તે સામાન્ય બોટલ અને ગ્લાસમાંથી પાણી પીતી આવી છે. તેણે એમ પણ કહ્યું કે એક તરફ તે આધ્યાત્મિકતા વિશે વાત કરે છે અને બીજી તરફ તે 4 બોયફ્રેન્ડ બનાવવાની વાત કરે છે. બલરાજે કહ્યું હતું કે તાન્યા તેના સ્ટાફ સાથે પણ સારું વર્તન કરતી નથી અને પોતાની છબી બનાવવા માટે દેખાડો કરે છે.

બલરાજે તાન્યાની ટીમને કાનૂની નોટિસ પણ મોકલી હતી
બલરાજે તાન્યાની ટીમને કાનૂની નોટિસ પણ મોકલી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે તાન્યાએ સોશિયલ મીડિયા પર તેમના જૂના ફોટા અને વીડિયો શેર કર્યા હતા અને તેના પર રોમેન્ટિક ગીતો પોસ્ટ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બધું તેમની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું.

એક અહેવાલ મુજબ બલરાજે કહ્યું હતું કે, “તેઓ મારી પરવાનગી વિના મારા વીડિયોનો ઉપયોગ કરી શકતી નથી. આ પોસ્ટ્સ દર્શાવે છે કે અમારા સંબંધો અલગ હતા. હું માનહાનિનો કેસ દાખલ કરી શક્યો હોત, પરંતુ હમણાં મેં ફક્ત નોટિસ આપી છે.”

______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મને ચિંતા થાય છે…’ અનન્યા પાંડેનું સેટ પર ગુસ્સે થવાનું કારણ જાણી ચોંકી જશો, તેણી આ ટીવી શોનો ભાગ બનવા ઉત્સુક છે

આ પણ વાંચો: અમાલ મલિક ઘરનો નવો કેપ્ટન બન્યો, ચાહકોએ તેને અભિનંદન આપ્યા, કહ્યું – તે તેના લાયક છે

આ પણ વાંચો: માઈક્રોસોફ્ટના એન્જિનિયર આ 50 લાખના પ્રશ્નના જવાબ આપતા નિષ્ફળ થયા, શું તમે તેનો જવાબ આપી શકો છો?