Gandhinagar News/ ગુજરાતમાં વક્ફ બોર્ડને લઈને ત્રણ સભ્યોને મળી જવાબદારી

હવે વક્ફ બોર્ડ બિલ અંગે જે જવાબદારી સોંપવામાં આવી તેમાં બે નેતા હિંદુ અને એક મુસ્લિમ છે. બે હિંદુ નેતાઓમાં પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરારને અને અને અમદાવાદ જિલ્લા ભૂતપૂર્વ પ્રમુખ હર્ષદગીરીને આ જવાબદારી સોંપવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat
three-members-get-responsibility-for-waqf-board-in-gujarat-ms-2025-03-21

Gandhinagar News: વક્ફ બિલ અંગે રાષ્ટ્રીય સ્તરે તો વિવાદ ચાલી જ રહ્યો છે. હવે ગુજરાત વક્ફ બોર્ડ (waqf board) બિલ અંગે પણ ભાજપ (BJP) સક્રિય બન્યું છે. ગુજરાત ભાજપના ત્રણ નેતાઓને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. આ મોરચે લઘુમતીઓની લાગણીઓ ઉશ્કેરાય નહીં અને સંતુલિત અભિગમ અપનાવવામાં આવે તે પ્રકારનો અભિગમ અપનાવવા પર ધ્યાન આપવામાં આવનાર છે. રાષ્ટ્રીય નેતૃત્ત્વ સમક્ષ આ સંશોધન બિલ અંગે જવાબદારી સોંપવામાં આવી છે.

હવે વક્ફ બોર્ડ બિલ અંગે જે જવાબદારી સોંપવામાં આવી તેમાં બે નેતા હિંદુ અને એક મુસ્લિમ છે. બે હિંદુ નેતાઓમાં પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરારને અને અને અમદાવાદ જિલ્લા ભૂતપૂર્વ પ્રમુખ હર્ષદગીરીને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેની સાથે ભાજપ લઘુમતી મોરચાના અનવરહુસૈન શેખને પણ સમાવવામાં આવ્યા છે. આમ લઘુમતી કોમની વ્યક્તિને પણ વક્ફ સુધારા બિલની સમિતિમાં સમાવીને સરકારે તે સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે તે સર્વસમાવેશી અભિગમ અપનાવવા માંગે છે. સરકાર કોઈ નિર્ણય થોપવા માંગતી નથી, પણ દરેક બાબતની યોગ્ય રીતે ચકાસણી કરીને અને તેના પછી તેના અંગે સંતુલિત અભિગમ અપનાવીને યોગ્ય નિર્ણય લે છે.

રાષ્ટ્રીય સ્તરે વક્ફનો જોરદાર વિરોધ થયો છે તે ગુજરાતમાં પ્રાદેશિક (Regional in Gujarat) સ્તરે સરકાર તે વાત પર ધ્યાન આપી રહી છે કે આ બિલ વક્ફને વર્તમાન સ્તરથી આગળ લઈ જાય તેવું હોય, લઘુમતી સમાજમાં તેના અંગેના બિનજરૂરી ભ્રમ દૂર કરવામાં આવે. તેની સાથે વક્ફની મિલકતો લઘુમતી સમાજ માટે મહદ અંશે ઉપયોગી નીવડે તે પ્રકારે આ બિલને ઓપ આપવાનો પ્રયત્ન કરવામાં આવે તેમ મનાય છે. તેની સાથે લઘુમતી સમાજની ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો પડઘો તેમા પડે તેવું આ બિલનું સ્વરૂપ હશે તેમ મનાય છે. ગુજરાત વક્ફ બિલ ટૂંકમાં વક્ફ  અંગેની ઘણી બધી ભ્રમણાઓને તોડીને એક નવો જ આયામ લઘુમતી સમાજને આપતું હશે તેવી કવાયત હાથ ધરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વક્ફ બોર્ડનો દેશની 994 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો : કેન્દ્ર સરકાર

આ પણ વાંચો:વક્ફ બોર્ડને નાબૂદ કરવાની માંગ, વિરોધ દરમિયાન VHP કાર્યકરનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:વક્ફ બોર્ડ પર ગુજરાતમાં શું બોલ્યા રાજા ભૈયાએ જે થઇ ગયું વાયરલ