Aravalli News : અરવલ્લીમાં હાથમાં દારૂની બોટલ સાથે એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લક્ષ્મી ગામેતી નામની યુવતીનો વિદેશી દારૂની બોટલ સાથે વીડિયો વાયરલ થયો છે. આ યુવતી શામળાજી વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. જેમાં હાથમાં દારૂની બોટલ સાથે ડાન્સનો વીડિયો વાયરલ થયો છે.
આમ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના ધજાગરા ઉડાડતી રીલ્સ વાયરલ થતા ચકચાર મચી છે. બીજીતરફ રીલ્સ બનાવવાના વળગણમાં યુવાધન જાણે કાયદાને ભુલી રહ્યું હોય તેવું જણાય છે. સોશિયલ મીડિયામાં વધારે વ્યુ મેળવવાના ચક્કરમાં કાયદા તોડવાનો જાણે ક્રેઝ વધી રહ્યો હોવાનું જણાય છે.
આ પણ વાંચો:વડોદરામાં કાર ચાલક નબીરાએ સર્જ્યો ગમખ્વાર અકસ્માત : એક યુવતીનું મોત, સાત ઘાયલ
આ પણ વાંચો:વડોદરામાં અકસ્માત સર્જનાર રક્ષિતકાંડમાં ફૂટતાં નવા ફણગાં
આ પણ વાંચો:વડોદરામાં કારેલીબાગ અકસ્માતમાં રક્ષિત ચૌરસિયાના વધુ 2 દિવસનાં રિમાન્ડ મંજૂર