IPL 2022/ મુંબઇએ ચેન્નાઇને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો,મુકેશ ચૈાધરીની ઘાતક બોંલિગ

આ મેચમાં મુંબઈએ શરૂઆતના આંચકામાંથી બહાર આવીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા છે

Top Stories Sports
2 40 મુંબઇએ ચેન્નાઇને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો,મુકેશ ચૈાધરીની ઘાતક બોંલિગ

IPL 2022ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થઈ રહ્યો છે. આ મેચમાં મુંબઈએ શરૂઆતના આંચકામાંથી બહાર આવીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા છે. આ પહેલા ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ તરફથી તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 43 બોલમાં અણનમ 51 રનની ઇનિંગ રમી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના મુકેશ ચૌધરીના શિકાર બન્યો હતો. તેના આઉટ થયા બાદ ઈશાન કિશન પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને મુકેશ ચૌધરીની બોલ પર શૂન્ય પર જ આઉટ થઈ ગયો હતો. 2 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ બ્રેવિસ અને સૂર્યકુમાર યાદવે મુંબઈને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બ્રેવિસ પણ 4 રન બનાવીને મુકેશ ચૌધરીનો શિકાર બન્યો હતો.

50 રનની અંદર 4 વિકેટ ગુમાવ્યા બાદ તિલક વર્મા અને હૃતિક શૌકીને ઇનિંગ સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 38 રન જોડ્યા હતા. આ દરમિયાન હૃતિક શૌકીન બ્રાવોના બોલ પર આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ પોલાર્ડે ઝડપી સ્કોર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ 9 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. જોકે આ પછી પણ તિલક વર્માએ એક છેડો જાળવી રાખ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. તેની 51 રનની ઈનિંગના કારણે મુંબઈએ 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા. ચેન્નાઈને હવે આ મેચ જીતવા માટે 156 રન બનાવવા પડશે.