ઈદ-ઉલ-અદહા/ બકરી ઈદ પહેલા પાકિસ્તાની ક્રિકેટરના ઘરેથી ચોરાયો બકરો, જાણો કેટલી હતી તેની કિંમત

પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ સાથે બની હતી. જેઓને તે સમયે મોટો ફટકો પડ્યો હતો. જ્યારે ઈદ-ઉલ-અદહા નિમિત્તે કુરબાની માટે લાવવામાં આવેલો તેમનો બકરો ચોરાઈ ગયો હતો.

Trending Sports
બકરો

ઈદ-ઉલ-અદહા એટલે કે બકરી ઇદ હવે ખૂબ નજીક છે. આપને જણાવી દઈએ કે, આ વખતે બકરી ઈદ  10મી (રવિવાર) ના રોજ છે. આવી સ્થિતિમાં લોકોએ આ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લીધી છે અને કેટલાક લોકોએ પોતાના માટે બકરીની પસંદગી પણ કરી છે, પરંતુ આ ખાસ પ્રસંગે બલિદાન પહેલા બકરી ગાયબ થઈ જાય તો? આ ખૂબ જ આશ્ચર્યજનક હશે, પરંતુ પાકિસ્તાનના પ્રખ્યાત ક્રિકેટર સાથે આવું થયું છે. તો ચાલો તમને તેની સંપૂર્ણ વિગતો જણાવીએ.

આપને જણાવી દઈએ કે, આ ઘટના પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ સાથે બની હતી. જેઓને તે સમયે મોટો ફટકો પડ્યો હતો. જ્યારે ઈદ-ઉલ-અદહા નિમિત્તે કુરબાની માટે લાવવામાં આવેલો તેમનો બકરો ચોરાઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ બકરો તેમના ખાનગી હાઉસિંગ સોસાયટીમાં તેમના ઘરની બહાર બાંધેલો હતો. આમ છતાં બકરો ચોરાઈ ગયો.

આ ઘટના અંગે કામરાન અકમલના પિતા મોહમ્મદ અકમલનું કહેવું છે કે આ વર્ષે બકરી ઈદના અવસર પર કુલ 6 બકરાની કુરબાની આપવાના હતા. તે 6 બકરીઓમાંથી, જે શ્રેષ્ઠ અને સૌથી મૂલ્યવાન બકરો હતો. તેની ચોરી થઈ છે. મોહમ્મદ અકમલના જણાવ્યા અનુસાર, ચોરાયેલા બકરાની કિંમત 90 હજાર રૂપિયા હતી અને બકરો લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ચોરાયો હતો. જે બાદ હાઉસિંગ સોસાયટીના સિક્યોરિટી મેનેજમેન્ટને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેના પર તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં હાઉસિંગ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગુનેગારોને પકડી લેવામાં આવશે અને બકરો રિકવર કરવામાં આવશે.

કામરાન અકમલ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સભ્ય રહ્યો છે. જોકે તે છેલ્લા 5 વર્ષથી ટીમની બહાર છે. તે પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ 2017માં રમ્યો હતો. આ પછી નેશનલ ટીમમાંથી બહાર છે. કામરાન પાકિસ્તાન તરફથી 53 ટેસ્ટ, 157 વન-ડે અને 58 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. ટેસ્ટ મેચમાં કામરાને 30.79ની એવરેજથી 2648 રન બનાવ્યા છે. વન-ડેમાં 3236 અને ટી-20માં 987 રન બનાવ્યા છે.

આ પણ વાંચો:વિરાટ, પંત અને બુમરાહ પરત આવી શકે છે, જાણો બીજી T20માં કોણ બહાર થઈ શકે

આ પણ વાંચો:એલોન મસ્કની ટ્વિટર ડીલ રદ કરવાની જાહેરાત : કંપની મસ્ક પર દાવો કરશે કે એલોન પલટશે બાજી

આ પણ વાંચો:રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ : જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં થયો કેટલો વરસાદ