Not Set/ અમદાવાદ: સફાઈ કામદારોએ કચરો માર્ગ પર ઠાલવ્યો, રાહદારી વાહનચાલકો રોષે ભરાયા

અમદાવાદ અમદાવાદમાં મનપાના સફાઈ કામદારોના પોતાના પડતરની માંગ સાથે હડતાળ પર છે. ત્ચારે અમદાવાદના હાટકેશ્વર, સીટીએમ માર્ગ  પર ભાઈપુરા વોર્ડમા આવેલ સબ ઝોનલ કચેરીના મુખ્ય ગેટ પર સફાઈ કામદારોએ કચરાના વાહનો માંથી કચરો માર્ગ  પર જ ઠાલવી દેતા ટાફિઁક જામ થયો હતો. જેના કારણે ખોખરા પોલિસનો કાફલો સબઝોનલ ઓફિસએ બોલાવી લેવાયો હતો. સફાઈ કામદારોએ આવી […]

Top Stories Ahmedabad Gujarat Trending
rain 32 અમદાવાદ: સફાઈ કામદારોએ કચરો માર્ગ પર ઠાલવ્યો, રાહદારી વાહનચાલકો રોષે ભરાયા

અમદાવાદ

અમદાવાદમાં મનપાના સફાઈ કામદારોના પોતાના પડતરની માંગ સાથે હડતાળ પર છે. ત્ચારે અમદાવાદના હાટકેશ્વર, સીટીએમ માર્ગ  પર ભાઈપુરા વોર્ડમા આવેલ સબ ઝોનલ કચેરીના મુખ્ય ગેટ પર સફાઈ કામદારોએ કચરાના વાહનો માંથી કચરો માર્ગ  પર જ ઠાલવી દેતા ટાફિઁક જામ થયો હતો.

જેના કારણે ખોખરા પોલિસનો કાફલો સબઝોનલ ઓફિસએ બોલાવી લેવાયો હતો. સફાઈ કામદારોએ આવી રીતે માગઁ પર જ કચરો ઠાલવતા રાહદારી વાહનચાલકો રોષે ભરાયા હતા અને કામદારો સાથે રહઝક કરી હતી.

કામદારોનું કહેવું છે કે, 6200 સફાઈ કર્મચારીઓ પોતાના 16 મુદ્દાઓને લઈને હડતાળ પર ઉતર્યા છે, જેમાં જે લોકો કાયમી છે તેવા કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, કેટલાક કર્મચારીઓ જે કાયમી છે તે લોકોને કોન્ટ્રાક્ટ પર રાખ્યા હોય તેવી રીતે રાખવામાં આવી રહ્યા છે, તેમને નિયમીત વેતન નથી મળતું, જેવા અનેક મુદ્દાઓ સાથે અમે હડતાળ પર ઉતર્યા છે.

કમિશનરે કડક પગલા લેતા કહ્યુ કે નોકર મંડળ તરફથી શહેરને બ્લેક મેઈલ કરવામાં આવી રહ્યા છે જો કોઇ કામગીરી નહીં કરે તો તેને દૂર કરવામાં આવશે અને તેની સામે પગલા લેવામાં આવશે. જો કોઇ કર્મચારી ગેરહાજર રહેશે તો સસ્પેન્ડથી લઈ બરતરફ કરવા સુધીના પગલા લેવાશે.