દુર્ઘટના ટળી/ સુરતના ઉધના વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી, સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી

સુરતથી વડોદરા તરફ જતી ગુડ્ઝ ટ્રેન અચાનક જ પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી.ઉધના ના સંજય નગર વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન માલ લઈને જતી હતી

Gujarat Surat
Untitled 115 4 સુરતના ઉધના વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી, સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી

@દિવ્યેશ પરમાર 

સુરતમાં મોટી દુર્ઘટના બનતા  અટકી હતી.સુરતના ઉધના વિસ્તારમા વડોદરા તરફ જતી ગુડ્ઝ ટ્રેન અચાનક જ પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી.ઘટનાને પગલે તાત્કાલિક રેલવે તંત્રની ટિમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. સુરતથી વડોદરા તરફ જતી ગુડ્ઝ ટ્રેન અચાનક જ પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી.ઉધના ના સંજય નગર વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન માલ લઈને જતી હતી તે દરમ્યાન બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.ટ્રેન પાટા પરથી ઉતરી જતા તાત્કાલિક જ રેલવે તંત્ર ના અધિકારીઓ અને કર્મચારીઓ ગજતના સ્થળે દોડી ગયા હતા.

Untitled 115 5 સુરતના ઉધના વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી, સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી

રેલવે કર્મચારીઓ દ્વારા સેંટિંગ નું કામ કરવામાં આવી રહ્યું હતું તે દરમ્યાન વડોદરા તરફ જતી ગુડ્ઝ ટ્રેન પાટા પરથી પસાર થઈ થઈ હતી.તે દરમ્યાન બે ટ્રેન ના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. સદનસીબે ઘટના માં કોઈ જાનહાની થઈ ના હતી.મહત્વનું છે કે ટ્રેન પાટા પરથી ઉતરી પડી તે દરમ્યાન કોઈ ટ્રેન આવતી ના હતી.જેથી મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી.

Untitled 115 6 સુરતના ઉધના વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી, સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી

ઘટના ને પગલે તાત્કાલિક રેલવે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ટ્રેન ને પાટા પર ચડાવવા ની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.જે પ્રકારે ટ્રેન પાટા પરથી ઉતરી તેને લઈ ત્યાથી પસાર થતી ટ્રેન ને અન્ય પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી દેવા આ આવી રહી છે.સદનસીબે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી.હાલ રેલવે કર્મચારીઓ મશીનરી વડે ટ્રેન ને ફરી પાટા પર ચડાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત