ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે અને આ તણાવ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ચીને ફરી એકવાર ભારતને ઉશ્કેરવાનું કામ કર્યું છે. ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ બદલી નાખ્યા છે. ચીને આ જગ્યાઓને ચીની શબ્દોમાં નામ આપ્યા છે અને તેની ઉપર પોતાનો અધિકાર જાહેર કર્યો છે.
ચીને 15 જગ્યાઓના નામ બદલ્યા છે
ગ્લોબલ ટાઈમ્સનો અહેવાલ જણાવે છે કે ચીનના નાગરિક મંત્રાલયે નિયમો અનુસાર જંગનાન (ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ અથવા જંગનાન તરીકે ઓળખાવે છે)માં ચીની અક્ષરો, તિબેટીયન અને રોમન મૂળાક્ષરોમાં પ્રમાણભૂત સ્થાનો આપ્યા છે. જે 15 સ્થળોના નામ બદલવામાં આવ્યા છે તે ભારતના અરુણાચલ પ્રદેશનો ભાગ છે. 15 બદલાયેલા નામોમાંથી આઠ રહેણાંક સ્થળો, ચાર પર્વતો, બે નદીઓ અને એક પર્વતીય પાસ છે. તમને જણાવી દઈએ કે ચીને બીજી વખત અરુણાચલ પ્રદેશના સ્થળોને ચીની નામ આપવાનું કામ કર્યું છે. આ પહેલા 2017માં ચીને છ જગ્યાઓ પોતાના નામે કરી હતી.
ચીને શાનન પ્રીફેક્ચરની કોના કાઉન્ટીમાં સોંગકોઝોંગ અને ડગ્લુંગઝોંગ, નિંગચીની મેડોગ કાઉન્ટીમાં મનીગાંગ, ડુડિંગ અને મિગપેન, નિંગચીની જીયુ કાઉન્ટીમાં ગોલિંગ, શાનન પ્રીફેક્ચરના લુંગજે કાઉન્ટીમાં ડામ્બા અને મોઝાગના નામ બદલ્યા છે.
બેઇજિંગમાં ચાઇના તિબેટોલોજી રિસર્ચ સેન્ટરના નિષ્ણાત લિયાન જિઆંગમિને ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે આ જાહેરાત સેંકડો વર્ષોથી અસ્તિત્વમાં રહેલા સ્થાનોના નામોના રાષ્ટ્રીય સર્વેક્ષણનો એક ભાગ છે. તેમને પ્રમાણિત નામ આપવું એ કાયદેસરની ચાલ અને ચીનની સાર્વભૌમત્વ છે. લિયાને કહ્યું કે ભવિષ્યમાં પ્રદેશમાં વધુ પ્રમાણિત સ્થાનોના નામોની જાહેરાત કરવામાં આવશે.
ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ફેબ્રુઆરી 2020માં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ચીનની સરકારે કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી.
Alert! / ખાલિસ્તાની નવા વર્ષે મુંબઈમાં કરી શકે છે મોટો આતંકી હુમલો, તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓની રજા રદ
Covid-19 / યુકેથી કોલકાતા આવતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ, પ. બંગાળ સરકારનો મોટો નિર્ણય
Omicron Death / દેશમાં ઓમિક્રોનને કારણે પ્રથમ મૃત્યુ, આ રાજ્યમાં નોંધાયું..