Not Set/ હૈદરાબાદ : આઠ વર્ષના બાળકે ઓસ્ટ્રેલીયાનો સૌથી ઉંચો માઉન્ટેન સર કર્યો

હૈદરાબાદના આઠ વર્ષના બાળકની હિંમત તમને ચોક્કસ આશ્ચર્યમાં મૂકી દેશે. આઠ વર્ષીય સમન્યુ પોઠરાજુ આફ્રિકાની સૌથી વધારે ઉંચાઈ પર પહોચ્યા બાદ બીજો એક રેકોર્ડ પણ પોતાને નામ કરી દીધો છે. ઓસ્ટ્રેલીયાનો સૌથી ઉંચો માઉન્ટેન કોસ્ઝીયોઝકોને સર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલીયાનો આ સૌથી ઉંચો પીક પોઈન્ટ તેણે પોતાની બહેન અને માતા સાથે […]

Top Stories India World Trending
78624 samanyu pothuraju હૈદરાબાદ : આઠ વર્ષના બાળકે ઓસ્ટ્રેલીયાનો સૌથી ઉંચો માઉન્ટેન સર કર્યો

હૈદરાબાદના આઠ વર્ષના બાળકની હિંમત તમને ચોક્કસ આશ્ચર્યમાં મૂકી દેશે. આઠ વર્ષીય સમન્યુ પોઠરાજુ આફ્રિકાની સૌથી વધારે ઉંચાઈ પર પહોચ્યા બાદ બીજો એક રેકોર્ડ પણ પોતાને નામ કરી દીધો છે. ઓસ્ટ્રેલીયાનો સૌથી ઉંચો માઉન્ટેન કોસ્ઝીયોઝકોને સર કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલીયાનો આ સૌથી ઉંચો પીક પોઈન્ટ તેણે પોતાની બહેન અને માતા સાથે સર કર્યો છે. ૧૨ ડીસેમ્બરના રોજ તેણે આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.

Related image

આ જ વર્ષે એપ્રિલ મહિનામાં  સમન્યુએ તેની માતા, કોચ અને બીજા સાથે મળીને તાન્ઝાનિયામાં આફ્રિકાનો સૌથી ઉંચો પીક પોઈન્ટ સર કર્યો હતો.

સમુદ્ર સપાટીથી ૫૮૯૫ કિલોમીટરની ઉંચાઈ પર તેણે તિરંગો લહેરાવ્યો હતો.

7-Year-Old Boy From Hyderabad Climbed Mount Kilimanjaro

સમન્યુએ એએનઆઈ સાથે વાતચીત દરમ્યાન કહ્યું હતું કે મેં અત્યાર સુધીમાં ચાર માઉન્ટેન સર કરી લીધા છે. હવે હું જાપાનનો ફુજી માઉન્ટેન સર કરવા માટેનું પ્લાનીગ કરી રહ્યો છુ. હું જયારે મોટો થઇ જઉં ત્યારે એર ફોર્સ ઓફિસર બનવા માંગું છુ.

તેલંગણાના હાથ વણાટને પ્રોમોટ કરવા માટે તેઓ તે કપડા પહેરીને માઉન્ટેન સર કરે છે.

સમન્યુની મમ્મીએ કહ્યું હતું કે અમે દરેક પ્લાનિંગ ટીમની જોડે રહીને કરીએ છીએ. ટીમ જે રીતે પ્લાન કરે છે તે જ રીતે અમે આગળ ચાલીએ છીએ. અમે તેલગણાના હાથ વણાટને પણ પ્રોમોટ કરીએ છીએ.