વડોદરા/ ભાજપના પૂર્વ નગર સેવકે લગ્ન પ્રસંગમાં કર્યું હવામાં ફાયરિંગ, વીડિયો થયો વાયરલ

વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવક દ્ધારા 17 માર્ચના રોજ યોજાયેલા લગ્ન પ્રસગમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો છે.

Gujarat Vadodara
ભાજપના પૂર્વ નગર સેવકે
  • વડોદરાઃ લગ્ન પ્રસંગે ફાયરિંગ કરતા વિવાદ
  • ભાજપના પૂર્વ નગર સેવકે કર્યું હવામાં ફાયરિંગ
  • પૂર્વ નગરસેવકે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું
  • પાર્ટી પ્લોટના માલિકની દિકરીના હતા લગ્ન
  • લગ્ન પ્રસંગમાં નગર સેવક ભૂલ્યા શિસ્ત

આજકાલ લોકોએ લગ્ન હોય કે જન્મ દિવસની પાર્ટી હોય તેમાં બંદુકથી હવામાં ફાયરિંગ કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને તેમાં કોઈને કોઈ વ્યકિતને ઈજા પહોંચવાના સમાચારો પણ મળતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં લગ્ન પ્રસંગે ફાયરિંગ કરતા વિવાદ સર્જાયો હતો. પાર્ટી પ્લોટના માલિકની દિકરીના લગ્નમાં ભાજપના પૂર્વ નગર સેવકે  હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉપરાંત દારૂની પાર્ટીના જુના ફોટા પણ વાયરલ થયા હતા.

વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવક દ્ધારા 17 માર્ચના રોજ યોજાયેલા લગ્ન પ્રસગમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. પૂર્વ નગરસેવક દ્ધારા હવામાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટના માલિકની દીકરીના લગ્ન પ્રસગમાં પૂર્વ નગરસેવકે કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ભાજપના પૂર્વ નગરસેવક અરવિંદ પ્રજાપતિનો વિડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપા નેતા અરવિંદ પ્રજાપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાશે કે કેમ તે હવે મોટો સવાલ ઉભો થયો છે. તમને જણાવી દઈએ કે ભાજપના પૂર્વ નગરસેવકના ફાયરિંગનો વીડિયો સાથે દારૂની પાર્ટીના જુના ફોટા પણ વાયરલ થયા છે.

નોંધનીય છે કે, વડોદરા ભાજપના પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિએ લગ્ન પ્રસંગે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર કરનાર પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિ ભુગર્ભમાં ઉતરી ગયા છે. વીડિયો વાયરલ થતા જ ઘર અને ઓફિસ છોડી ગુપ્ત જગ્યાએ પહોંચી ગયા હોવાની માહિતી મળી છે. અરવિંદ પ્રજાપતિએ પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ અને પોતે પણ ગાયબ થયા છે.

આ પણ વાંચો: ફરી ભડકી હિંસા: વણઝારા વાસમાં તોફાની ટોળા આમને-સામને, પોલીસે ટીયર ગેસના સેલ છોડયા

આ પણ વાંચો:દેશમાં આ મામલે ગુજરાત પ્રથમ સ્થાને,જાણો વિગત

આ પણ વાંચો: ગાંધીનગરની GNLUમાં કોરોના વિસ્ફોટ, વધુ 16 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત

આ પણ વાંચો:રામ નવમીના ડાયરામાં પૂર્વમંત્રી ગણપત વસવા દ્વારા નોટોનો વરસાદ