હિંમતનગર/ ફરી ભડકી હિંસા: વણઝારા વાસમાં તોફાની ટોળા આમને-સામને, પોલીસે ટીયર ગેસના સેલ છોડયા

હિંમતનગરના વણઝારા વાસમાં સ્થિતિ વિકટ બની હતી. સ્થિતિ થાળે પાડવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. થ્થરમારા વચ્ચે તીર કામઠાંનો ઉપયોગ થયો હતો.

Gujarat Others
વણઝારા વાસમાં
  • હિંમતનગરમાં ફરી બે જૂથો વચ્ચે ફરી માથાકૂટ
  • હસનનગર વિસ્તારમાં પેટ્રોલ ભરેલી બોટલ ફેંકાઈ
  • બે જૂથના ટોળા સામસામે આવી જતા તંગદિલી
  • હિંમતનગરના વણઝારા વાસમાં સ્થિતિ વિકટ
  • સ્થિતિ થાળે પાડવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા

રવિવારે હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ સોમવારે ફરી એકવાર હિંસા ભડકી હતી. હસનનગર વિસ્તારમાં પેટ્રોલ ભરેલી બોટલ ફેંકાઈ હતી. બે જૂથના ટોળા સામસામે આવી જતા તંગદિલી સર્જાઈ હતી. હિંમતનગરના વણઝારા વાસમાં સ્થિતિ વિકટ બની હતી. સ્થિતિ થાળે પાડવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. પથ્થરમારા વચ્ચે તીર કામઠાંનો ઉપયોગ થયો હતો. જે બાદ પોલીસે અને RAFની ટુકડીઓએ સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી પણ ફરી રાતના અંધારાની આડમાં સાબરકાંઠામાં હિંસા ભડકી છે.

રવિવારે સમગ્ર દેશ સહિત રાજ્યમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ હતી. આ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા પણ નીકળી હતી. હિંમતનગરના છાપરિયા ગામમાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રા પર કેટલાંક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ તથા આગચંપી કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. એ પછી પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોય એવું લાગી રહ્યું હતું. ત્યારે સોમવારે હિંમતનગરમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી. પરંતુ હિંમતનગરમાં મોડી રાત્રે ફરી એકવાર શાંતિ ડહોળાઈ હતી. મોડી રાત્રે હિંમતનગરના વણઝારા વાસ અને હસનનગરમાં હિંસા ભડકી હતી.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, ગત મોડી રાત્રે અચાનક પથ્થરમારાનો બનાવ નોંધાયો હતો. દિવસભર વાતાવરણ શાંત રહ્યા બાદ હિંમતનગરના વણજારા વાસ તેમજ હસનનગરમાં તોફાન ફાટી નીકળ્યું હતું. જેમાં બે જૂથ સામસામે આવી જતા સ્થિતિ વણસી હતી. જેમાં અસામાજિક તત્વોએ પેટ્રોલબોમ્બથી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે RPF સહિત પોલીસની ટીમ ગોઠવાઈ ગઈ હતી. ટોળાઓને છૂટા પાડવા માટે પોલીસે 7થી વધુ ટિયર ગેસના સેલ છોડી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. હાલ હિંમતનગરમાં પરિસ્થિતિ કાબુમાં છે. બીજી બાજુ પોલીસે 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે બેઠક યોજી હતી. બેઠક બાદ DGP આશિષ ભાટીયાએ કહ્યું કે, હિંમતનગર અને ખંભાતની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાઇ છે. બનાવ બાબતે સ્થાનિક અધિકારીઓ જોડાયા હતા. હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. હિંમતનગરમાં IG કક્ષાના 2 અને SP કક્ષાના 4 અધિકારી છે. RAFની બે કંપની હિંમતનગરમાં તૈનાત કરાઇ છે. ખંભાતમા રાયોટીંગના બે ગુના દાખલ કરાયા છે. ખંભાતમાં પણ DIG કક્ષાના અધિકારી તૈનાત કરાયા છે. ખંભાતમાં એક વ્યક્તિના મોત મામલે મર્ડરનો ગુનો નોંધાશે. સોશિયલ મીડિયા પર પણ પોલીસ નજર રાખી રહી છે.

આ પણ વાંચો :દેશમાં આ મામલે ગુજરાત પ્રથમ સ્થાને,જાણો વિગત

આ પણ વાંચો :આપ પાર્ટી બીજેપી અને કોંગ્રેસની બાપ બનીને આવશે સામે :છોટુ વસાવા

આ પણ વાંચો :ગુજરાત હજ સમિતિ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર 

આ પણ વાંચો : શિક્ષણ મેળવવા જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બાળકો : અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ?