ક્ચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં 30 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સમરસ હોસ્ટેલ આ સત્રમાં ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈના કાર્યકરોએ સમાજ કલ્યાણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ક્ચ્છ યુનિવર્સિટી ના કમ્પાઉન્ડમાં પ્રજાના પૈસા માંથી 30 કરોડના ખર્ચે તૈયાર થયેલી ગર્લ્સ અને બૉય્ઝ હોસ્ટેલ હજી સુધી શરૂ કરવામાં આવી નથી.
500 વિદ્યાર્થીઓની સમાવેશ ક્ષમતા ધરાવતી આ હોસ્ટેલ તૈયાર થઈ ચૂકી હોવા છતાં શા માટે તેને ખુલ્લી મુકાતી નથી તેવો પ્રશ્વ કરી એનએસયુઆઈએ નવા શરૂ થનારાં સત્રથી આ હોસ્ટેલ શરૂ કરવા રજૂઆત કરી છે.
જો આગામી 15 દિવસમાં સમરસ હોસ્ટેલ ખુલ્લી ના મુકાય તો સરકારી અધિકારીઓ અને ધારાસભ્યો-સાંસદ જેવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.