Bollywood/ બોલીવુડના ફિલ્મ સ્ટાર્સ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની પણ ફી વસુલે છે

બોલિવુડ ફિલ્મ સ્ટાર ફિલ્મોમાં તો જોવા મળે છે, પરંતુ ફિલ્મ સિવાય તે બીજી જગ્યાએ પણ જોવા મળતા હોય છે. જેમ કે કોઇની લગ્નપાર્ટીમાં,બર્થડેપાર્ટીમાં વગેરે જગ્યાએ જોવા મળતા હોય છે

Entertainment Trending
Cricket Tutorials YouTube Thumbnail 8 4 બોલીવુડના ફિલ્મ સ્ટાર્સ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની પણ ફી વસુલે છે

બોલિવુડ ફિલ્મ સ્ટાર ફિલ્મોમાં તો જોવા મળે છે, પરંતુ ફિલ્મ સિવાય તે બીજી જગ્યાએ પણ જોવા મળતા હોય છે. જેમ કે કોઇની લગ્નપાર્ટીમાં,બર્થડેપાર્ટીમાં વગેરે જગ્યાએ જોવા મળતા હોય છે. તેમના ચાહકો તેમને ફિલ્મ કરતા બહાર જોવાનુ પસંદ કરે છે. કારણ કે ચાહકો તેમને ગમતા ફિલ્મ સ્ટારને જોવા માટે ફિલ્મની રાહ જોતા નથી. આપણે જાણીએ છે કે ફિલ્મ સ્ટાર કોઇ પાર્ટીમાં કે લગ્નમાં આવવાના લાખો રૂપિયા લેતા હોય છે. પાર્ટી કે લગ્નમાં ડાન્સ કરવાના કે પર્ફોર્મ કરવાના પણ અલગથી તેમની ફી વસુલતા હોય છે. પણ શુ તમને ખબર છે કે ફિલ્મ સ્ટાર કોઇના અંતિમ સંસ્કારમાં જવાના પણ પૈસા લેતા હોય છે. આવો જાણીયે બોલીવુડનુ ડાર્ક સિક્રેટ.

બોલીવુડ સ્ટાર્સને ઘણી વખત કોઇના લગ્નમાં કે કોઇની પાર્ટીમાં જોયા હશે. અને આ જોતા તમને વિચાર પણ આવ્યો હશે કે આ વ્યક્તિ કેટલો નસીબદાર છે કે તેના પ્રસંગમાં બોલીવુડ સ્ટાર આવ્યા . પણ એવું હોતુ નથી, આપણે ફિલ્મ સ્ટારને પ્રસંગમાં બોલાવીયે તો તેની ફી વસુલતા હોય છે. ત્યારે તેઓ આપણા પ્રસંગમાં આવે છે. તેઓ તેમનું પર્ફોમન્સ કરવાના અને ડાન્સ કરવાના પણ અલગથી પૈસા લે છે.અને તેના ડાન્સનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થતો હોય છે.

બીગ સ્મોલ નાઓ શોમાં ઇંડસ્ટ્રીનું ડાર્ક સિક્રેટ સામે આવ્યુ છે. શોમાં અનુજે કહ્યુ કે ‘ જાણવા એ મળ્યુ કે મોટા ફિલ્મ સ્ટારની કમાણી લગ્નમાં અને પાર્ટીઓમાં જ થાય છે એને તેઓ લગ્નમાં જાય છે અને ડાન્સ પણ કરે છે. અને તેમની બીજી કમાણી અંતિમ સંસ્કાર અને બેસણામાં થાય છે. પણ આ બાબત લોકોને ખબર જ નથી. ઘણા ઓછા લોકોને આ બાબતની ખબર હશે. આ બાબત ખૂબ આશ્ચર્યચકીત કરી મુકે એવી છે. લોકો વિચારી પણ નઇ શકતા કે આવુ પણ થાય છે.

આ વીડિયો પર લોકો ઘણી બધી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ કરી કે ‘આ સચ્ચાઇ છે’. જ્યારે બીજા યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ કે ‘ઘણું મોટુ રાજ છે આતો’. ત્યારે એક યુઝર્સ કોમેન્ટ કરી કે ‘ કોઇને આ બાબતની ખબર પણ નઇ હોય’.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?