Bollywood/ છૂટાછેડા બાદ આમિર ખાને પત્ની કિરણ સાથે કર્યો ડાન્સ, જુઓ આ વીડિયો

આમિરે રેડ કલરનું આઉટફિટ પહેર્યું છેપર્પલ ટોપી સાથે લાલ, જ્યારે કિરણ ગ્રીન ટોપી સાથે ડાર્ક પિંક કલરનો ડ્રેસમાં જોવા મળી રહી છે.

Entertainment
A 243 છૂટાછેડા બાદ આમિર ખાને પત્ની કિરણ સાથે કર્યો ડાન્સ, જુઓ આ વીડિયો

આમિર ખાન અને કિરણ રાવ અલગ થયાની જાહેરાત બાદ લદ્દાખમાં છે. ‘લાલ સિંહ ચડ્ડા’ ફિલ્મનું શૂટિંગ ત્યાં ચાલી રહ્યું છે. લાલ સિંહ ચડ્ડા’ના શૂટિંગ દરમિયાન આમિર ખાન અને કિરણ રાવ સાથે મળીને સારો સમય પસાર કરી રહ્યા છે. લદ્દાખથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંનેએ પરંપરાગત કપડા પહેરીને ડાન્સ કર્યો છે. આમિરની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં કરીના કપૂર ખાન, મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ છે. આ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે જેનું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે.

આ દરમિયાન, આમિરે રેડ કલરનું આઉટફિટ પહેર્યું છેપર્પલ ટોપી સાથે લાલ, જ્યારે કિરણ ગ્રીન ટોપી સાથે ડાર્ક પિંક કલરનો ડ્રેસમાં જોવા મળી રહી છે. એક મહિલા તેને ડાન્સ શીખવી રહી છે અને આમિર, કિરણ તેને જોઈને ડાન્સ કરી રહ્યો છે, ત્યાં હાજર લોકો આનંદથી બૂમ પડી રહ્યા છે. હકીહતમાં, લદ્દાખના એક ગામમાં ત્યાંના લોકોએ ફિલ્મની આખી ટીમનું સ્વાગતા કર્યું હતું અને આ દરમિયાન બધાએ ખૂબ મસ્તી કરી હતી.

આ પણ વાંચો :બોલિવુડના સલીમ-જાવેદ ઉપર બનશે ફિલ્મ, જાણો કોણ બનાવી રહ્યો છે

બાળકો સાથે આમિરનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કેટલાક બાળકો સાથે ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે આમિર, કિરણ અને ફિલ્મની આખી ટીમ ત્યાં શૂટિંગ દરમિયાન ખૂબ જ એન્જોય કરી રહી છે.

ચૈતન્ય અક્કિનેનીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા આમિર અને કિરણ સાથે ફોટો શેર કર્યો હતો. આ દરમિયાન આમિરે ચૈતન્ય અને કિરણને ગળે લગાવી હતી. વળી, આમિર અને કિરણ બંને પ્રોફેશનલ છે અને તેમની પ્રોફેશનલ લાઈફમાં તેમની પર્સનલ લાઈફનાં નિર્ણયો આવવા દેતા નથી.

આ પણ વાંચો :બોલિવૂડ એવી અભિનેત્રીઓ, જેમણે નાની ઉંમરે કર્યા લગ્ન

જાણો, આમિરે અલગ થવા પર શું કહ્યું…

આમિરે જુદાઈ અંગે નિવેદન જારી કર્યું હતું અને લખ્યું હતું કે 15 વર્ષની સુંદર સફરમાં અમે ઘણી સારી ક્ષણોનો આનંદ માણ્યો છે અને અમારા સંબંધોમાંનો વિશ્વાસ, પ્રેમ અને આદર માત્ર વધ્યો છે. હવે અમે અમારા જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ પતિ અને પત્ની તરીકે નહીં, પરંતુ સહ-માતાપિતા તરીકે હા. અમે થોડા સમય પહેલાં ભાગો નક્કી કર્યું હતું અને હવે તે બધા સાથે શેર કરી રહ્યા છીએ. અમે એક સાથે પુત્ર આઝાદને ઉછેર કરીશું.

આ પણ વાંચો : ગાલિબ અને ઈકબાલના નામ પર બિગ બી એ શેર કરી નકલી શાયરી, ભારે પ્રમાણમાં થયા ટ્રોલ…

પ્રોફેશનલ લાઈફ પણ એકસાથે

અમારી પાસેની તમામ ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય જે પણ પ્રોજેક્ટ્સ છે તે અમે સાથે મળીને પૂર્ણ કરીશું. તમે આ છૂટાછેડાને અંત તરીકે નહીં પરંતુ નવી યાત્રાની શરૂઆત તરીકે જોશો.