વર્ષ 2020 માં, જ્યારે મોટા ભાગની ફિલ્મો ઓટોટી પર કોરોના વાયરસને કારણે રિલીઝ કરવામાં અવી હતી, ત્યારે ઘણી ફિલ્મોની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. તેમ છતાં પણ આ વર્ષ કેટલાક લોકો માટે પણ ખૂબ જ ખાસ રહ્યું છે. અમે એવા સ્ટાર્સની વાત કરી રહ્યા છીએ જેમણે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું છે. શ્રેયા ચૌધરીથી લઈને અલાયા એફ સુધીના આ નવા સ્ટાર્સે પડદા પરના તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તો ચાલો જાણીએ આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના પદાર્પણ કરનારાઓના નામ વશે…
અલાયા એફ
અલાયા એફે બોલિવૂડમાં ‘જવાની જાનેમન’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.ફિલ્મમાં તેનો અભિનય લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. તબ્બુ અને સૈફ અલી ખાન જેવા ઘણા દિગ્ગજ કલાકારો આ ફિલ્મનો ભાગ બન્યા, તેથી તેમની વચ્ચે પોતાને સાબિત કરવું એ અલાયા માટે કોઈ પડકાર કરતા ઓછું ન હતું. જો કે, અભિનેત્રીએ તેણીની હિંમત અને આત્મવિશ્વાસના બળ પર કરી હતી.
શ્રેયા ચૌધરી
શો ‘બંદિશ બેન્ડિટ્સ’ રિલીઝ થયા બાદથી લોકો શ્રેયા ચૌધરીના વખાણ કરતા થાકતા નથી. અગાઉ ઇમ્તિયાઝ અલી સાથે શોટ ફિલ્મમાં કામ કરનારી આ અભિનેત્રીને એક સંઘર્ષશીલ પોપ સિંગર તમન્ના શર્મા તરીકે શોમાં સારી ઓળખ મળી હતી. હમણાં શ્રેયા પાસે ઘણી મોટી ઓફર્સ છે અને લોકોને પણ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
સંજના સંઘી
સંજનાએ ‘રોકસ્ટાર’, ‘હિન્દી મીડિયમ’ અને ‘ફુકરે’ જેવી ફિલ્મોમાં નાના પાત્રો ભજવ્યાં છે, પરંતુ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અભિનીત ફિલ્મ ‘દિલ બેચારા’ સાથે તેમને ખાસ ઓળખ મળી. ફિલ્મમાં સંજના અભિમાની અને સંવેદનશીલ અભિનયથી વિવેચકોનું દિલ જીતી લીધું હતું.
ઋત્વિક ભૌમિક
ઘણી શોર્ટ ફિલ્મ્સનો હિસ્સો બન્યા પછી ઋત્વિક ભૌમિક છેવટે ‘બંદિશ બેન્ડિટ્સ’ સાથે ચર્ચામાં આવ્યો. શોમાં તે પ્રશિક્ષિત શાસ્ત્રીય ગાયકની ભૂમિકા નિભાવી રહ્યો હતો, જેમાં તેના ઉત્કૃષ્ટ અભિનયથી તેને પ્રેક્ષકોમાં વિશેષ પ્રસિદ્ધિ મળી.
પ્રાજાક્તા કોહલી
લોકપ્રિય રૂપ માટે તે તેના યુટ્યુબ નામ ‘મોસ્ટલી સેન’ દ્વારા જાણીતી છે. તેની ડિજિટલી રીલીઝ થયેલી ‘મિસમેચ્ડ’માં તેને ખૂબ પસંદ કરવામાં અવી. ભવિષ્યમાં, પ્રાજાક્તા વરુણ ધવન અને અનિલ કપૂરની અપોજિટ એક ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે.
ગ્લેમરસ અંદાજમાં પલક તિવારીએ કર્યું ફોટોશૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ
રાજકુમાર રાવે શેર કર્યો શર્ટલેસ ફોટો, ચાહકો બોલ્યા- શું વાત છે મારા ટાઈગર
દિનેશ લાલ યાદવે તેની નવી ફિલ્મ ‘ઘર-પરીવાર’નું કર્યું એલાન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…