Not Set/ મુંબઇ/ EDએ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીની 600 કરોડની મિલકતો ટાંચમાં લીધી

મુંબઇમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી કેસમાં ઇકબાલ મિર્ચીની  કેટલીક સ્થાવર મિલકતોને પ્રોવિઝનલ રૂપે સીઝ કરી દીધી છે. આ સંપત્તિની માર્કેટ વેલ્યુ આશરે 600 કરોડ રૂપિયા થતી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીની પ્રોવિઝનલ સીઝ મિલકતોમાં  મુંબઇ સ્થિત સીઇજે હાઉસ, વરલીનો ત્રીજો અને […]

Top Stories India
iqbal mirchi મુંબઇ/ EDએ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીની 600 કરોડની મિલકતો ટાંચમાં લીધી

મુંબઇમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી કેસમાં ઇકબાલ મિર્ચીની  કેટલીક સ્થાવર મિલકતોને પ્રોવિઝનલ રૂપે સીઝ કરી દીધી છે. આ સંપત્તિની માર્કેટ વેલ્યુ આશરે 600 કરોડ રૂપિયા થતી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીની પ્રોવિઝનલ સીઝ મિલકતોમાં  મુંબઇ સ્થિત સીઇજે હાઉસ, વરલીનો ત્રીજો અને ચોથો માળ, અરુણ ચેમ્બર્સ, તારદેવી ખાતેની ઓફિસ, સાહિલ બંગલા, વરલીમાં 3 ફ્લેટ, ક્રોફોર્ડ માર્કેટમાં 3 વાણિજ્યિક દુકાન અને લોનાવાલાનો બંગલો અને જમીન શામેલ છે. આપને એ પણ જણાવી દઇએ કે, આ તમામ મિલકતો  ઇકબાલ મિર્ચી દ્વારા તેના પરિવાર અને સબંધીઓના નામે હસ્તગત કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીની માલિકીની મિલકતો ખરીદવાનાં મામલે  NCPનાં નેતા અને પૂર્વ કેન્દ્વીય મંત્રી પ્રફૂલ પટેલને પણ EDએ સમન્સ પાઠવ્યું હતું. અને આ મામલે પ્રફૂલ પટેલ પણ તપાસનો સામનો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.