Not Set/ વડોદરામાં ડેંગ્યુનો હાહાકાર,2 દિવસમાં 5ના મોત, હોસ્પિટલમાં પથારીઓ ઉભરાઈ

રાજ્યમાં ડેન્ગ્યુની બીમારી માઝા મૂકી રહી છે ત્યારે વડોદરામાં તો આ જીવલેણ રોગે હાહાકાર મચાવ્યો છે. વડોદરામમાં 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે.વડોદરા શહેરમાં બે દિવસમાં જ ગોત્રી વિસ્તારમાં રહેતા કૌશલ પટેલ, રમેશ સોલંકી, તરસાલી વિસ્તારમાં રહેતા કૌશલ સેવક, શોભાબેન પરમાર અને કારેલીબાગના દિપેશ શાહનું ડેન્ગ્યુની બિમારીથી મોત નિપજ્યા હતા. વડોદરા શહેરમાં ગંદકીના […]

Gujarat Vadodara
dengue વડોદરામાં ડેંગ્યુનો હાહાકાર,2 દિવસમાં 5ના મોત, હોસ્પિટલમાં પથારીઓ ઉભરાઈ

રાજ્યમાં ડેન્ગ્યુની બીમારી માઝા મૂકી રહી છે ત્યારે વડોદરામાં તો આ જીવલેણ રોગે હાહાકાર મચાવ્યો છે. વડોદરામમાં 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે.વડોદરા શહેરમાં બે દિવસમાં જ ગોત્રી વિસ્તારમાં રહેતા કૌશલ પટેલ, રમેશ સોલંકી, તરસાલી વિસ્તારમાં રહેતા કૌશલ સેવક, શોભાબેન પરમાર અને કારેલીબાગના દિપેશ શાહનું ડેન્ગ્યુની બિમારીથી મોત નિપજ્યા હતા.

વડોદરા શહેરમાં ગંદકીના કારણે રોગચાળો વકર્યો છે. જ્યારે બીજી તરફ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ છે. શહેરની સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. સયાજી હોસ્પિટલમાં બેટ ખૂટી પડતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે.

આપણ વાંચો:રોગાતંક/ વડોદરામાં ડેન્ગ્યુએ લીધો વધુ એક વ્યક્તિનો ભોગ

વડોદરામાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી 4500થી વધુ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 900 કેસો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જેને પગલે વડોદરાની તમામ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે. સયાજી હોસ્પિટલના વોર્ડમાં 50 બેડની સામે દર્દીઓની સંખ્યા વધી જતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે.

સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે પણ પણ સ્વીકાર્યું છે કે- દર્દીઓને જમીન પર સારવાર આપવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે આ સમસ્યા થોડા સમય પૂરતી છે. જલ્દી જ દર્દીઓની સંખ્યા ઘટશે ત્યારે કોઈ સમસ્યા નહીં રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.