આપઘાત/ વડોદરામાં માત્ર 17 વર્ષના વિધાર્થીએ 5માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો શું છે કારણ

ગોત્રીના શિવાલય હાઈટ્સના D બ્લોકના પાંચમાં માળેથી કુદીને વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. અહીં તે પોતાના મિત્રોને મળવા આવ્યો હતો.

Gujarat Vadodara
વિધાર્થીએ
  • વડોદરામાં વિદ્યાર્થીએ લગાવી મોતની છલાંગ
  • MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી
  • મયુર શીર્ષદ નામના યુવકે લાગાવી છલાંગ
  • ગોત્રીના શિવાલય હાઇટ્સમાં કરી આત્મહત્યા
  • D બ્લોકના 5માં માળેથી કૂદી કર્યો આત્મહત્યા

રાજ્યમાં એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે. તો બીજીબાજુ સતત એક પછી એક આપઘાતની ઘટનાઓ પણ વધી રહી છે. સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરામાં વિધાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ગોત્રીના શિવાલય હાઈટ્સના D બ્લોકના પાંચમાં માળેથી કુદીને વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. અહીં તે પોતાના મિત્રોને મળવા આવ્યો હતો. પરંતુ પોતાના મિત્રોને મળ્યા વગર જ તેણે પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી. હજુ સુધી તેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

આ પણ વાંચો :સુરતના ડિંડોલી બ્રીજ ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ મહિલાનો લીધો જીવ

D બ્લોકના 5માં માળેથી વિધાર્થીએ લગાવી મોતની છલાંગ

મળતી માહિતી પ્રમાણે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા  શિવાલય હાઇટ્સનાં D બ્લોક બિલ્ડીંગનાં પાંચમાં માળેથી 17 વર્ષના મયુર શીર્ષદ નામના વિદ્યાર્થીએ આપઘાત કરતાં સ્થાનિકો એકત્રિત થઇ ગયા હતા. આ પૂર્વે તેમણે પોતાના મિત્રોને મળવા બોલાવ્યા હતા.પરંતુ, મિત્રો આવી પહોચે તે પહેલા જ આત્યંતિક પગલું ભરીને મોત વહાલું કર્યું હતું. આ વિદ્યાર્થી એમ.એસ યુનિ.માં અભ્યાસ કરતો હતો. ઘટના બાદ, પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય ડો.શ્રેયસ મોદીએ આત્મહત્યા કરીહતી. ડો શ્રેયસે સ્મીમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો અને MD માં પ્રવેશ મેળવવા નીટની તૈયારી કરતો હતો. ડો. શ્રેયસ મોદીએ સ્મીમેરમાંથી MBBS કર્યા બાદ MD-એનેસ્થેસિયા માટે NEET આપી હતી. સોમવારે નીટનું મેરિટ લિસ્ટ આવ્યુ હતું. શ્રેયસને 435 માર્ક મળ્યા હતા. મેરિટ લિસ્ટ જોઈને યુવક ભારે હતાશ થઈ ગયો હતો. જેથી તેણે આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો :વાસણામાં પ્રેમીએ દગો આપતા યુવતીએ પોલીસ સ્ટેશન સામે કર્યો આપઘાત

435 માર્ક મળતા જ શ્રેયસ હતાશ થઈ ગયો હતો. મેરિટ લિસ્ટમાં જોતાં 10 જ મિનિટમાં ફાંસો ખાઈ લીધો હતો. શ્રેયસના 435 માર્ક્સ આવવા છતાં મેરિટમાં નામ ન હતું. મેરિટ લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો. પરિવારે જણાવ્યું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો :રાજ્યમાં દુષ્કર્મની ઘટના સામાન્ય બની, હવે વડોદરામાં સગીરા બની હવસનો શિકાર

આ પણ વાંચો :લોકોની સુવિધા માટે કેબિનેટ બેઠકમાં લેવાયો આ મહત્વનું નિર્ણય, જાણો શું છે…

આ પણ વાંચો :પોર્ટ બંદરે 10.01.2022ના રોજ 100 મિલિયનનો આંકડો પાર કર્યો