Ahmedabad/ પ્રેમસંબંધમાં સગીરાના પરિવારે યુવકનું કર્યું ફિલ્મી ઢબે અપહરણ અને ફેંકી દીધો કેનાલમાં…

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવકને સગીરા સાથેનો પ્રેમ સબંધ ભારે પડી ગયો. સગીરા અને યુવક બંને ફરવા ગયા હતા જેની જાણ સગીરાના પરિવારજનોને થતા જ સગીરાના પરિવારજનોએ યુવકનું અપહરણ કરી લીધું….

Ahmedabad Gujarat
a 143 પ્રેમસંબંધમાં સગીરાના પરિવારે યુવકનું કર્યું ફિલ્મી ઢબે અપહરણ અને ફેંકી દીધો કેનાલમાં...

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવકને સગીરા સાથેનો પ્રેમ સબંધ ભારે પડી ગયો. સગીરા અને યુવક બંને ફરવા ગયા હતા જેની જાણ સગીરાના પરિવારજનોને થતા જ સગીરાના પરિવારજનોએ યુવકનું અપહરણ કરી લીધું અને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નાખી દીધો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. હાલ પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કૃષ્ણનગર પોલીસે કરી છે જેમાં સાગરીના માતા પિતા, પિતરાઈ ભાઈ તથા સગીરના કાકા નો સમાવેશ થાય છે.

કૃષ્ણનગર પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ ચારેય આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે તમામ આરોપીઓએ પોતાની દીકરી સાથે પ્રેમ સબંધ રાખનારા યુવકનું ઇકો ગાડીમાં અપહરણ કરી તેને કેનાલમાં નાંખી દીધા હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. બીજી તરફ પોલીસ યુવકની શોધખોળ માટે એડી ચોંટીનું જોર લગાવી રહી હોવાનું જણાઈ આવે છે.

a 142 પ્રેમસંબંધમાં સગીરાના પરિવારે યુવકનું કર્યું ફિલ્મી ઢબે અપહરણ અને ફેંકી દીધો કેનાલમાં...

પ્રેમ પ્રકરણમાં યુવક કે યુવતીની હત્યા કરાઈ હોય કે પછી અન્ય કોઈ રીતે નુકશાન પોહ્ચાડ્યું હોય તેવા કિસ્સાઓ ગુજરાત બહારના રાજ્યોમાં બનતા હોવાની વાતો સામે આવતી રહી છે પરંતુ કદાચ આવો કિસ્સો પહેલી વખત ગુજરાતમાં અને તેમાંય અમદાવાદ જેવા શહેરમાં બન્યો હશે કે જેમાં પ્રેમ કરનાર યુવકનું અપહરણ કરવામાં આવતું હોય અને તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે પ્રેમી યુવકને છોકરીના ઘરના સભ્યો જ મોતના ઘાટ ઉતારી નાંખતા હોય છે. મહત્વનું છે કે આવા કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય.

કૃષ્ણનગર પોલીસે હાલ સગીરા ના માતા પિતા સહીત ચારેય આરોપીઓ વિરુદ્ધ IPC ની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે, જયારે બીજી તરફ પોલીસે પણ યુવકની ભાળ મેળવવા માટે થઈને કેનાલ ગોતાખોરો મારફતે રોજના બે થી અઢી કિલોમીટર સુધી તપાસ ચાલુ રખાઈ છે. પોલીસ માટે હવે યુવક અથવા તો યુવકની ડેડબોડી શોધવી રણમાં સોય શોધવા બરોબર થઇ રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ