Surat Epidemics-death/ સુરતનું નીંભર આરોગ્યતંત્રઃ રોગચાળાથી મોતનો આંકડો 33 પર પહોંચ્યો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે મચ્છર અને પાણીજન્ય રોગચાળો અત્યાર સુધીમાં કુલ 33 લોકોને ભરખી ગયો છે, આજે પણ વધુ બે મોત સાથે મોતનો આંકડો 33 પર પહોંચી ગયો છે

Top Stories Gujarat Surat
Surat CivilHospital સુરતનું નીંભર આરોગ્યતંત્રઃ રોગચાળાથી મોતનો આંકડો 33 પર પહોંચ્યો

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે Surat-Epidemic વરસાદના પગલે મચ્છર અને પાણીજન્ય રોગચાળો સુરતમાં અત્યાર સુધીમાં કુલ 33 લોકોને ભરખી ગયો છે, આજે પણ વધુ બે મોત સાથે મોતનો આંકડો 33 પર પહોંચી ગયો છે, પણ તંત્રની આંખ હજી ઉઘડતી નથી. વરસાદ વધારે પડ્યો ત્યારે તેમને ખબર જ હતી કે ભેજવાળા વાતાવરણમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાને પૂરતો Surat-Epidemic અવકાશ છે, છતાં પણ તંત્ર તકેદારીના પગલાં લેવામાં નિષ્ફળ જતાં લોકો મોતના મોમાં જવા માળ્યા છે.

સુરતના ગોડાદરા અને અમરોલીના બે જણને Surat-Epidemic તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને દર્દીઓનું ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. આ આંકડા સુરતની સરકારી હોસ્પિટલના છે. ખાનગી હોસ્પિટલોને અને તેમા દાખલ થયેલા દર્દીઓને હજી સુધી ધ્યાનમાં લેવાઈ જ નથી. હજી પણ સુરતની સરકારી જ નહી ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી હાઉસફુલ છે.

આ સ્થિતિ ફક્ત સુરત શહેરની છે હવે જો દક્ષિણ ગુજરાતનાSurat-Epidemic વિવિધ જિલ્લાઓ વાપી, વલસાડ, નવસારી, બિલિમોરામાં પણ જો આ પ્રકારની પરિસ્થિતિ જોઈએ તો આંકડો લોકોને ધ્રૂજાવી દેશે તેમા કોઈ ચોક્કસ શંકા નથી. ચોમાસામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો થાય છે, આમ છતાં પણ તંત્ર તકેદારીના પગલાં લેવામાં કાયમ પાછુ પડે છે. પછી છેલ્લી ઘડીએ તે કામગીરી કરવા દોડે છે. રોગચાળાની સ્થિતિ દર વખતની છે તો પછી તંત્ર કેમ કોઈ પગલાં લઈ શકતું નથી.

 

આ પણ વાંચોઃ Surat/મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે પાયાની સુવિધાઓને લઈને દેખાવો, પુનાગામની કોઓપરેશન સોસાયટીના રહીશો અને કાઉન્સિલરો રાત સુધી ધરણા

આ પણ વાંચોઃ Kush Patel-Suicide/ડુંગરા દૂરથી રળિયામણાઃ લંડનમાં અમદાવાદના કુશ પટેલની આત્મહત્યા

આ પણ વાંચોઃ School drop out/કોંગ્રેસનો સણસણતો આક્ષેપઃ રાજ્યમાં એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ હોવાની સંભાવના

આ પણ વાંચોઃ Water Security/‘ખેતી માટે જળ સુરક્ષા‘ વિષય પર યોજાયો સેમિનાર

આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી કે બદસુરત સીટી?/સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર પડ્યો મસમોટો ભુવો