Not Set/ મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર સૌથી વધુ ટેક્સ ભરવાનો રેકોર્ડ બનાવ્યો

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના મેદાન બહાર પણ રેકોર્ડ બનાવતો રહે છે. મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર સૌથી વધુ ટેક્સ ભરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ધોનીએ નાણાકીય વર્ષ 2017-18માં 12.17 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. જોવાની વાત એ છે કે બિહાર અને ઝારખંડમાં આટલો ટેક્સ ધોની સિવાય બીજા કોઈએ પણ નથી ભર્યો. […]

Top Stories India Sports
MS Dhoni મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર સૌથી વધુ ટેક્સ ભરવાનો રેકોર્ડ બનાવ્યો

 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના મેદાન બહાર પણ રેકોર્ડ બનાવતો રહે છે. મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર સૌથી વધુ ટેક્સ ભરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ધોનીએ નાણાકીય વર્ષ 2017-18માં 12.17 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે.

જોવાની વાત એ છે કે બિહાર અને ઝારખંડમાં આટલો ટેક્સ ધોની સિવાય બીજા કોઈએ પણ નથી ભર્યો. બિહાર અને ઝારખંડના આઇટીના જોઈન્ટ કમિશનર નિશા અરોને આ માહિતી આપતાં કહ્યું કે ધોનીએ નાણાકીય વર્ષ 2017-18માં બિહાર-ઝારખંડ ક્ષેત્રમાં સૌથી વધુ ટેક્સ ભર્યો છે.

નાણાકીય વર્ષ 2016-17માં પણ 37 વર્ષના ધોનીએ 10.93 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો હતો. જે તેમના રાજ્યમાં સૌથી વધારે હતો. ધોની 2013-14 માં પણ આ ક્ષેત્રના સૌથી વધુ ટેક્સ આપનાર વ્યક્તિ હતા.

જાણીતા આર્થિક સેલીબ્રીટી મેગેઝીન ફોર્બ્સના આંકડા પ્રમાણે વર્ષ 2015 માં ધોનીની કુલ નેટ વર્થ 111 મિલિયન ડોલર એટલે કે 765 કરોડ રૂપિયા હતી. એ વર્ષે ધોનીએ 217 કરોડ રૂપિયા કમાવ્યા હતા. જેમાં 24 કરોડ રૂપિાય એમના પગારમાંથી અને બાકીના જાહેરાતોમાંથી આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે અને તેઓ ટેસ્ટ તથા વનડે ટીમની કેપ્ટનશીપ પણ છોડી ચૂક્યા છે. આ વખતે એમની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે ફરીથી આઈપીએલનો ખિતાબ જીતી લીધો હતો.

ધોનીએ પોતાની કપડાંની બ્રાન્ડ પણ શરૂ કરી છે. 2017 માં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપડાની બ્રાન્ડ ‘સેવન’ શરૂ કરી હતી. હવે તેઓ રાંચીમાં એક ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવવા ઈચ્છે છે, અને તેના માટે ધોનીએ ઝારખંડ રાજ્ય સરકાર પાસેથી મંજૂરી પણ માંગી છે.