Political/ રાજીબ બેનર્જી આજે સુધારશે પોતાની ભૂલ, BJP ને છોડી TMC માં જોડાશે

બંગાળમાં ભાજપને વધુ એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. આ વર્ષે મમતા સરકારમાં મંત્રી પદ છોડીને ભાજપમાં સામેલ થયેલા રાજીબ બેનર્જી આજે TMCમાં પરત ફરવાના છે.

Top Stories India
રાજીબ બેનર્જીમાં TMC

રાજકારણમાં કોણ ક્યારે મિત્ર અને કોણ ક્યારે દુશ્મન બની જાય કહી શકાતુ નથી. કહેવાય છે કે, રાજનેતાઓ હવાની દિશા મુજબ રંગ બદલતા હોય છે અને જનતાનો લાભ નહી પણ પોતાના પોલિટિકલ લાભને મહત્વ વધારે આપતા હોય છે. જો કે આ વર્ષોથી જનતામાં રહેલી ચર્ચાઓનો વિષય છે. પરંતુ આપને જણાવી દઇએ કે, ભાજપનાં દિગ્ગજ નેતા હવે પાર્ટીને અલવિદા કહેતા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો – Covid-19 / કોરોના મહામારી પર કાબુ મેળવવામાં સફળ ભારત, આજે નોંધાયા માત્ર આટલા કેસ

આપને જણાવી દઇએ કે, બંગાળમાં ભાજપને વધુ એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. આ વર્ષે મમતા સરકારમાં મંત્રી પદ છોડીને ભાજપમાં સામેલ થયેલા રાજીબ બેનર્જી આજે TMCમાં પરત ફરવાના છે. ઘણા સમયથી તેમની વાપસીની અટકળો ચાલી રહી હતી. હવે એવા અહેવાલ છે કે રાજીબ બેનર્જી પાર્ટીનાં મહાસચિવ અભિષેક બેનર્જીની ત્રિપુરા રેલી દરમિયાન TMCમાં જોડાશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર રાજીબ બેનર્જી આજે ત્રિપુરામાં યોજાનારી અભિષેક બેનર્જીની રેલી દરમિયાન TMCમાં જોડાશે. રાજીબ બેનર્જી આ વર્ષે ભાજપમાં જોડાયા હતા. તેઓ અગાઉની બંગાળ સરકારમાં મંત્રી હતા અને રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. જો કે, બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCની જોરદાર જીત બાદ રાજીબ બેનર્જીનો સ્વર બદલાઈ ગયો હતો. તેમણે ખુલ્લેઆમ ભાજપની નીતિઓનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું અને ભાજપની સભાઓથી પણ દૂર થઈ ગયા હતા, ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે બેનર્જી TMC માં પાછા આવી શકે છે.

આ પણ વાંચો – શ્રદ્વાંજલિ / ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને આપી શ્રદ્વાંજલિ,રાષ્ટ્રીય એકતા દિવસની આપી શુભેચ્છા

બેનર્જીએ 2011 અને 2016માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સતત બે વખત દોમજુર વિધાનસભા બેઠક જીતી હતી. જો કે, મમતા સાથેનાં સંબંધોમાં કડવાશ વચ્ચે રાજીબે 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા 29 જાન્યુઆરી, 2021નાં રોજ TMC છોડી દીધી હતી.