દિલ્લી,
સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ ૧ ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવતા સામાન્ય બજેટ પહેલા આર્થિક સર્વે રજુ કર્યો હતો. આ આર્થિક સર્વે મુજબ આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં જીડીપી ગ્રોથ ૭ થી ૭.૫ % સુધી રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જયારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮માં GDP ગ્રોથ ૬.૭૫ ટકા રહેવાનો અંદાજ છે.
સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૯ ભારતીય ઇકોનોમિ માટે એક ગંભીર પડકાર સાબિત થઇ શકે છે. સર્વેમાં રજૂ કરવામાં આવ્યું છે કે, એક્સ્પોર્ટ સેક્ટરમાં ઈકોનોમીને બુસ્ટ મળવાની સંભાવના છે.
આગામી નાણાકીય વર્ષમાં જોવા મળશે જીએસટીની અસર
સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં જીએસટી અને તેના અસરને લઈને પણ વાત કરવામાં આવી છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, જીએસટીના કારણે અર્થવ્યવસ્થાની સામે ઘણી બધા પડકાર ઉભા થયા છે.આ નવી એક સમાન ટેક્સ પ્રણાલીએ ન માત્ર સરકાર સામે પડકાર ઉભા કર્યા છે, પરંતુ આ કારણે માહિતી પ્રસારણ સંબધી ટેકનીકમાં પણ મુશ્કેલી ઉભી કરી છે.
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, આ ટેક્સની સૌથી વધુ અસર ઇન્ફોર્મલ સેક્ટરમાં જોવા મળશે. સરકાર દ્વારા જે ત્વરિત નિર્ણય લેવામાં આવ્યા છે જેનાથી રેટિંગમાં પણ ઘટાડો થયો છે. આ સાથે જીએસટીને લાગુ કરવામાં આવેલી તકલીફોને પણ દુર કરવા માટે પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.
શું છે આર્થિક સર્વે ?
આર્થિક સર્વેએ ગત વર્ષે અલગ અલગ સરકારી કામો માટે વહેચવામાં આવેલા ખર્ચનો અંદાજ રજુ કરે છે. આ સર્વે પરથી અનુમાન લગાવી શકાય છે કે, સરકારે ગત વર્ષે કયા કયા કામોમાં કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો અને બજેટમાં રજૂ કરવામાં આવેલી ઘોષણાઓને કેટલી સફળતાપૂર્વક રજૂ કરી. આ ઉપરાંત આથિક સર્વે પરથી અનુમાન લગાવી શકાય છે કે, ગત વર્ષે અર્થવ્યવસ્થાની સ્તિથી કેવી રહી છે.