Not Set/ નરેન-યાદવની ઘાતક બોલિંગ સામે દિલ્લી માત્ર ૧૨૯ રનમાં થયું તંબુભેગું, KKRએ ૭૧ રને મેળવી શાનદાર જીત

કોલકત્તા, કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૭૧ રને શાનદાર વિજય મેળવ્યો છે. KKR દ્વારા આપવામાં આવેલા ૨૦૧ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા દિલ્લી ડેરડેવિલ્સની ટીમ ૧૪.૨ ઓવરમાં માત્ર ૧૨૯ રન બનાવી સમેટાઈ ગઈ હતી અને કોલકત્તાએ ૭૧ રને જીત મેળવી હતી. The @KKRiders […]

Top Stories

કોલકત્તા,

કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૭૧ રને શાનદાર વિજય મેળવ્યો છે. KKR દ્વારા આપવામાં આવેલા ૨૦૧ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા દિલ્લી ડેરડેવિલ્સની ટીમ ૧૪.૨ ઓવરમાં માત્ર ૧૨૯ રન બનાવી સમેટાઈ ગઈ હતી અને કોલકત્તાએ ૭૧ રને જીત મેળવી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સના શાનદાર વિજયનો હીરો મિડલ ઓર્ડર બેટ્સમેન નીતિશ રાના, કેરેબિયન સ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ, સ્પિન બોલર સુનીલ નરેન અને કુલદીપ યાદવ રહ્યા હતા. પરંતુ નીતિશ રાનાની શાનદાર ફીફ્તના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રાનાએ ૩૫ બોલમાં ૫૯ રન બનાવ્યા હતા.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૨૦૦ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. KKR તરફથી ઓપનર બેટ્સમેન ક્રિશ લીને ૩૧ રન બનાવ્યા હતા જયારે સુનિલ નરેન માત્ર ૧ રન બનાવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટનો પ્રથમ શિકાર બન્યો હતો.

જો કે ત્યારબાદ રોબિન ઉથ્થપાએ માત્ર બોલમાં ૩ સિક્સર સાથે ૩૫ રનની સ્ફોટક ઇનિંગ્સ રમી હતી પરંતુ તે પોતાની ઇનિંગ્સને મોટા સ્કોરમાં બદલવામાં નિષ્ફળ નીવડ્યો હતો. ઉથ્થપાના આઉટ થયા બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન નીતિશ રાનાએ ૩૫ બોલમાં આક્રમક ૫૯ રન ફટકાર્યા હતા.

ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેરેબિયન પ્લેયર આન્દ્રે રસેલે તૂફાની ઇનિંગ્સ રમતા માત્ર ૧૨ બોલમાં ૬ સિક્સર સાથે ૪૨ રન ફટકાર્યા હતા અને ટીમનો સ્કોર ૨૦૦ રન સુધી પહોચાડ્યો હતો. DD તરફથી રાહુલ તીવેટિયાએ સૌથી વધુ ૩ વિકેટ જયારે ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને ક્રિશ મોરિસે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

KKR દ્વારા આપવામાં આવેલા ૨૦૧ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા દિલ્લીની સુનિલ નરેન અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગ સામે માત્ર ૧૨૯ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ૭૨ રને હારનો સામનો કરવો પડ્યો હતો. DDની ટીમ તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન વૃષભ પંત અને ગ્લેન મેકસવેલ સિવાય કોઈ બેટ્સમેન કોલકત્તાના બોલરો સામે ટકી શક્યા ન હતા.

વિકેટકીપર બેટ્સમેન પંથે ૨૬ બોલમાં ૪૩ રન ફટકાર્યા હતા જયારે મેકસવેલે માત્ર ૨૨ બોલમાં ૪ સિક્સર સાથે સૌથી વધુ ૪૭ રન બનાવ્યા હતા. દિલ્લીના ડેરડેવિલ્સના કેપ્ટન ગૌતમ ગંભીર વધુ એકવાર નિષ્ફળ રહ્યો હતો અને માત્ર ૮ રન જ નોધાવી શક્યો હતો.

જયારે કોલકત્તા નાઈટ રાઈડર્સના તરફથી સ્પિન બોલર સુનિલ નરેન અને કુલદીપ યાદવે બોલિંગ દ્વારા શાનદાર પ્રદર્શન કરતા ૩-૩ વિકેટ ઝડપી હતી અને પોતાની ટીમને વિજય અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો.આ સાથે જ કોલકત્તાના સ્ટાર સ્પિનર બોલર નરેને IPL કેરિયરમાં પોતાની ૧૦૦મી વિકેટ હાંસલ કરી હતી.