World Peace Dog Aloka Grand Welcome: સોશિયલ મીડિયા પર અને દેશ-વિદેશમાં હાલમાં એક અનોખા શ્વાનની કહાની ભારે ધૂમ મચાવી રહી છે. કોલકત્તાની ગલીઓમાં રખડતો એક સામાન્ય સ્ટ્રીટ ડોગ આજે બૌદ્ધ ભિક્ષુકોની સંગત પામીને ‘વર્લ્ડ પીસ ડોગ’ (શાંતિ દૂત- Peace Dog) બની ચૂક્યો છે, જેનું નામ ‘આલોકા’ છે. તાજેતરમાં જૂન મહિનામાં જ્યારે તે ભારત પાછો આવ્યો, ત્યારે દિલ્હી એરપોર્ટ પર તેનું કોઈ મોટા સુપરસ્ટાર જેવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી અને ગુરુગ્રામમાં તેના માટે ખાસ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લોકોએ તેના પંજાની છાપ લઈને ‘ઓટોગ્રાફ’ મેળવવા ભારે પડાપડી કરી હતી.
Peace Dog ની આ પ્રેરણાદાયી સફરની શરૂઆત કેવી રીતે થઈ?
આ વાર્તા ડિસેમ્બર 2022 થી માર્ચ 2023 વચ્ચેની છે, જ્યારે અમેરિકાના મઠમાંથી બૌદ્ધ ભિક્ષુઓનું એક જૂથ 112 દિવસની ‘વોક ફોર પીસ’ (શાંતિ પદયાત્રા) માટે ભારત આવ્યું હતું. કોલકત્તાના રસ્તાઓ પરથી પસાર થતી વખતે આ શ્વાન આપમેળે જ ભિક્ષુકોની પાછળ ચાલવા લાગ્યો હતો. ભિક્ષુકોએ તેને વારંવાર છોડવાનો પ્રયત્ન કર્યો, પણ તે હિંમત હાર્યો નહીં અને તેમની સાથે જોડાઈ ગયો. યાત્રા દરમિયાન જંગલો અને ગામડાઓમાં 100 દિવસ સુધી સતત ચાલતાં ચાલતાં તેણે બોધગયા, સારનાથ, કુશીનગર અને વૈશાલી જેવા પવિત્ર બૌદ્ધ સ્થળોની મુલાકાત લીધી. રસ્તામાં અન્ય હિંસક કૂતરાઓના હુમલા અને કારની ટક્કરથી ઘાયલ થયા છતાં સાજો થઈને તે ફરી યાત્રામાં ચાલતો રહ્યો.
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મોકલી સ્પેશિયલ ફ્લાઈટ ટિકિટ
આ ડોગની અદભુત નિષ્ઠા અને શાંત સ્વભાવ જોઈને બૌદ્ધ ભિક્ષુ પન્નાકારાએ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને તેને દત્તક લીધો અને પાલી ભાષાનું નામ ‘આલોકા’ આપ્યું, જેનો અર્થ ‘પ્રકાશ’ થાય છે. આલોકા અત્યાર સુધીમાં ભારત, નેપાળ, અમેરિકા, શ્રીલંકા અને થાઈલેન્ડ એમ 5 દેશોની યાત્રા ખેડી ચૂક્યો છે. એપ્રિલ 2026 માં જ્યારે ભિક્ષુકો શ્રીલંકા જવાના હતા, ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ આલોકા માટે ખાસ ફ્લાઈટ ટિકિટ મોકલી હતી, જેમાં તેના બોર્ડિંગ પાસ પર સન્માનપૂર્વક ‘મિસ્ટર આલોકા'(Peace Dog) લખાયું હતું. એટલું જ નહીં, પ્લેન કોલંબો પહોંચ્યું ત્યારે રાષ્ટ્રપતિ પોતે તેનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ અને વ્હાઇટ હાઉસની સફર
4 વર્ષના આ ભારતીય સ્ટ્રીટ ડોગના(Peace Dog) કપાળ પર કુદરતી રીતે દિલ (Heart) આકારનું નિશાન બનેલું છે, જે તેને સૌથી અલગ પાડે છે. બૌદ્ધ ભિક્ષુઓ તેને અમેરિકા પણ લઈ ગયા હતા, જ્યાં ઓક્ટોબર 2025 માં તેણે ટેક્સાસથી લઈને વ્હાઇટ હાઉસ સુધી અંદાજે 3,700 કિલોમીટરની ભવ્ય પદયાત્રા કરી હતી. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેના 4.8 લાખથી વધુ ફોલોઅર્સ છે. ભારતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પણ આલોકાની મુલાકાત લીધી હતી. ભિક્ષુકોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં બેઘર પ્રાણીઓ પ્રત્યે દયાભાવ જગાડવાનો છે.
આ પણ વાંચો: શું છે DOGE ડિવિડન્ડ, જાણો કયા લોકોને મળશે 5000 ડૉલર, ક્યાંથી આવશે પૈસા?
આ પણ વાંચો: પીટબુલ Dog અને કિંગ Cobra વચ્ચે ભયંકર લડાઈ, બાળકોનો બચાવ્યો જીવ, વીડિયો વાયરલ
આ પણ વાંચો: આ Dog નો સ્ટન્ટ જોઇ તમે પણ રહી જશો દંગ, વિજળીનાં તાર પર કરી રહ્યો છે Walk
