આજે દેશનાં ઘણા વિસ્તારોમાં વરસાદે તેનુ રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે. ઘણા વિસ્તારોમાં વરસાદે જનજીવનને પૂરી રીતે ખરવી દીધુ છે. ભારે વરસાદનાં કારણે દેશનાં ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે, જેના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

દેશનાં ઘણા રાજ્યો ભારે વરસાદથી પીડિત છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગ,, મહારાષ્ટ્ર અને કેરળનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. પાણી ભરાવાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે. દરમિયાન, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઘણા ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. ઘણા રાજ્યોમાં પૂરને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચલાવી લોકોને બચાવવા માટે કામ કરી રહી છે.

છત્તીસગઢનાં જગદલપુરમાં ભારે વરસાદને કારણે આખી દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં અને 5 લોકોની હાલત ગંભીર છે. એટલું જ નહીં, ભારે વરસાદને કારણે એક કાર તણાઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો હતો.

મધ્યપ્રદેશનાં બેતુલમાં સતત વરસાદને કારણે સતપુડા ડેમનું પાણીનું સ્તર જોખમી નિશાનીથી ઉપર વહી રહ્યું છે.

કેરળમાં અવિરત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ટીમ લોકોને રેસ્ક્યૂ કરી રહી છે.

આ ફોટો મહારાષ્ટ્ર ગડચિરોલી જિલ્લાનો છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે આખું ગામ પાણીથી ભરેલું છે. પૂરને કારણે આખું ગામ પાણીમાં ગરકાવ કરી ગયુ છે.

છત્તીસગઢમાં પણ વરસાદને કારણે ખરાબ સ્થિતિ સર્જાઇ છે. સુકમા જિલ્લામાં ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે રસ્તાઓ નદીમાં ફેરવાયા છે, લોકો બોટ દ્વારા અહીં સલામત સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કર્ણાટકમાં ભારે વરસાદને કારણે જિલ્લાની અનેક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. જેમાં કોડાગુ, ધારવાડ, મંગલુરૂ, હાસન, બેલગાવી, મૈસુર, કરવર અને ઉડુપીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં પૂરને કારણે લોકોનું જીવન ખોરવાઇ ગયુ છે. અહી પૂરને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. એનડીઆરએફ ટીમની રાહત અને બચાવ કામગીરી હજી પણ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
