ગુજરાત/ કોંગ્રેસને વધુ એક ફટકો, ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં જાહેર કર્યો વિરામ

તેમણે વીડિયો દેખાતી યુવતીનું નામ રિદ્ધી પરમાર હોવાનું જણાવ્યુ હતું. સાથે જ કહ્યુ કે, મારા વાયરલ વીડિયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેલિયા કર્યા. પણ હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમાર હતું

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે. કોંગ્રેસના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ અને નેતા કે હમેશા તેમના પ્રેમપ્રકરણ અને લગ્ન જીવનને લઇ વિવાદમાં રહે છે તેવા ભરતસિંહ સોલંકીએ સક્રિય રાજકારણમાંથી સન્યાસની જાહેરાત કરી છે. હાર્દિક પટેલની કોંગ્રેસમાંથી વિદાય બાદ વધુ એક દિગ્ગજ નેતાએ સન્યાસ લેવાની જાહેરાત કરતા કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો  ફટકો પડ્યો છે.

અત્રે નોધનીય છે કે સોલંકી દંપતી એટલે કે ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વંદનાબેન સોલંકી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અને અવારનવાર તેમના ઘરના ઝઘડા જાહેરમાં લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. તેમના આં ઝઘડાની આડ અસર કોંગ્રેસ પાર્ટી ઉપર પણ પડી રહી હતી.

જો કે હવે આં સોલંકી દંપતીનો ઝઘડો ચરમ સીમાએ પહોંચ્યો છે. અને કોંગ્રેસના દિગ્ગજ નેતાએસક્રિય રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. જો કે તેમને કોંગ્રેસ પક્ષ છોડવાથી ઇનકાર કર્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે ભરતસિંહ સોલંકીના રાજકીય સંન્યાસ વિશે કહ્યુ કે, તેઓ માત્ર થોડો સમય દૂર રહેવાના નથી, પરંતુ આરામ કરવાના છે. તેઓ કાયમ માટે દૂર નહિ થાય. તેઓ કોંગ્રેસ સાથે તો સંકળાયેલા જ છે. તેમણે કોંગ્રેસ પાર્ટી છોડવાની વાત નથી કરી.

વાયરલ વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ ખુલાસો કરતા કહ્યુ કે, આઈસક્રીમ ખાવા માટે હું યુવતીના ઘરે ગયો હતો. જરૂર પડશે તો આ વીડિયો મુદ્દે લીગલ કાર્યવાહી થશે. ભરતસિંહના અંગત જીવનના પ્રશ્નો પૂછતા તેમના ટેકેદારો નારાજ થયા હતા, અને પત્રકાર પરિષદમાં હોબાળો મચાવ્યો હતો.

વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્ની કહેતી હતી કે હું નહિ જીવું. મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ભરત હવે નહિ જીવે. હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારું શું, પ્રોપર્ટીનું શું તેમ પૂછતી હતી. હું ઑક્સિજન પર હતો ત્યારે તે મારી પાસે પ્રોપર્ટી માગતી હતી.’

તો સાથે તેમણે પોતાના વધુ એક લગ્ન અંગે પણ સાંકેતિક ભાષામાં ઈશારો કર્યો હતો. જો કોઈ પોતાની દીકરી મારી સાથે પરણાવવા તૈયાર હોય તો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી.  હું હાલમાં મારા ડિવોર્સની  રાહ જોઈ રહ્યો છું.

ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોણ છે? જાણો કોણે નેતા સાથે કરાવ્યો હતો  સંપર્ક

અત્રે નોધનીય છે કે વાયરલ વિડીયો અનુસાર મંગળવારના રોજ ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતી સાથે જોવા મળ્યા હતા. તે સમયે રેશ્મા પટેલે રણચંડીનું રૂપ ધારણ કરીને ભરતસિંહ અને તે યુવતીને બરાબરના હડફેટમાં લીધા હતા.

ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી જોવા મળી હતી તે વડોદરાના મહિલા કોંગ્રેસી નેતાની ભાણી હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમણે વીડિયો દેખાતી યુવતીનું નામ રિદ્ધી પરમાર હોવાનું જણાવ્યુ હતું. સાથે જ કહ્યુ કે, મારા વાયરલ વીડિયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેલિયા કર્યા. પણ હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમાર હતું. ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ થી પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. અને  કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીના પુત્ર છે.