પોરબંદરઃ દારૂ પીનારાઓ માટે ચેતવણીજનક કિસ્સો Porbandar-Lathakand સામે આવ્યો છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર શહેરના સુભાષનગરમાં દારુ સમજીને ઝેરી કેમિકલ પી લેનારા બે યુવકોના મોત થયા હતા. આ બે યુવાનોને એમ હતું કે તે દારૂ પી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તે ઝેરી કેમિકલ પી રહ્યા હતા. આ જ ઝેરી કેમિકલ પીનારા બીજા ત્રણ જણા બીમાર થયા હતા. આના લીધે લોકો પૂછી રહ્યા છે કે શું ગુજરાતમાં આ વધુ એક લઠ્ઠાકાંડનો પ્રારંભ તો નથીને.
આ અંગે બીજી વાત એમ પણ માનવામાં આવે છે કે તેઓએ Porbandar-Lathakand દારૂની જોડે બીજા કોઈ કેમિકલનું મિશ્રણ કરીને તેને પીતા આ પ્રકારની ઘટના બની છે. સુભાષનગર ખાતેના કેરબામાંથી કુલ સાત જણે કેમિકલ પીધું હતું. હાલમાં પાંચ લોકો સારવાર હેઠળ છે. તેઓને માછીમારી દરમિયાન દરિયામાંથી કેમિકલ ભરેલો કેરબો મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તેઓએ દારૂની સાથે બીજું કોઈ કેમિકલ કે ડ્રગ્સ ભેળવીને તેને પીધો હોય તે દિશામાં પણ જોવા મળી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતમાંથી ડ્રગ્સ મોટાપાયા પર પકડાઈ રહ્યુ છે. તેથી દારૂની સાથે કેમિકલનું આવું કોઈ સંયોજન ખતરનાક બન્યું હોઈ શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હકીકતની ખબર તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ પડશે.
પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બે Porbandar-Lathakand ઓગસ્ટે યુવકો માછીમારી માટે દરિયામાં ગયા હતા. માછીમારી દરમિયાન પાંચ લીટરનો કેરબો મળ્યો હતો. સુરેશ નામની વ્યક્તિને પાંચ લીટરનો કેરબો મળ્યો હતો. સુરેશ અને વિઠ્ઠલ પરમારે કેરબામાંથી કેમિકલ પીધુ હતું. આ કેમિકલ ચાખનારા બીજા લોકોને તેની સામાન્ય અસર થઇ હતી.
આ ઉપરાંત પોલીસની ધોંસના લીધે દેશી દારૂમાં કેમિકલ મેળવવા Porbandar-Lathakand માંગનારાઓે કેરબો ત્યજી દીધો હોવાના મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે બુટલેગરો પર અનેદારૂનો ધંધો કરનારા પર કતવાઈ બોલાવી છે તેના પગલે તેઓએ દારૂનો છોડી દીધેલો કેરબો આ નશાના બંધાણીઓના હાથમાં આવી ગયો હોવાનું મનાય છે. તેઓ દેશી દારૂ જેવી લાગતુ કેમિકલ દેશી દારૂ સમજીને પી ગયા હોય તેવી પણ સંભાવના છે.
આ પણ વાંચોઃ Idar-Child Death/ ઈડરના બ્રહ્મપુરીમાં ઉલ્ટી બાદ બે બાળકોના મોત, પિતા સારવાર હેઠળ
આ પણ વાંચોઃ Mahuva MC/ભાવનગરની મહુવા નગરપાલિકાએ છ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો
આ પણ વાંચોઃ ક્રાઈમ/જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…
આ પણ વાંચોઃ સુરત/RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ
આ પણ વાંચોઃ Income tax raids/દેશના બે મોટા કોન્ટ્રાક્ટર ગ્રુપ કલ્પતરુ અને JMC ગ્રુપ પર ઈન્ક્મટેક્ષના દરોડા