IPL 2021/ બાયો બબલ વિશે તમે શું જાણો છો? કેવી રીતે ખેલાડીઓ રહી શકે છે સુરક્ષિત?

દેશમાં એક તરફ કોરોનાવાયરસનો પ્રકોપ છે, ત્યારે આ પ્રકોપથી બચવા લોકોને કામ વિના ઘરમાંથી બહાર ન નિકળવા સરકાર તરફથી સલાહ આપવામાં આવી રહી છે.

Sports
123 188 બાયો બબલ વિશે તમે શું જાણો છો? કેવી રીતે ખેલાડીઓ રહી શકે છે સુરક્ષિત?

દેશમાં એક તરફ કોરોનાવાયરસનો પ્રકોપ છે, ત્યારે આ પ્રકોપથી બચવા લોકોને કામ વિના ઘરમાંથી બહાર ન નિકળવા સરકાર તરફથી સલાહ આપવામાં આવી રહી છે. આ દરમિયાન લોકો કંટાળી ન જાય અને ઘરે જ આંનદની અનુભતિ કરી શકે તે માટે ટીવીમાં આઈપીએલની 14 સીઝન ચાલી રહી છે.

123 187 બાયો બબલ વિશે તમે શું જાણો છો? કેવી રીતે ખેલાડીઓ રહી શકે છે સુરક્ષિત?

Cricket / મેચ ફિક્સિંગ કેસમાં શ્રીલંકાનો નુવાન જોયસા દોષી, 6 વર્ષનો પ્રતિબંધ લાગ્યો

જણાવી દઇએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝનનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાને આરે છે. આ લીગનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે, જ્યારે દેશ કોરોનાની બીજી લહેર સામે યુદ્ધ લડી રહ્યુ છે. આઈપીએલની શરૂઆત પહેલા કેટલાક ખેલાડીઓને કોરોનાથી સંક્રમણ લાગ્યુ હતુ. જો કે, તેઓ હવે ઠીક થઈ ગયા છે. અને પોતપોતાની ફ્રેન્ચાઇઝી વતી પણ રમી રહ્યા છે. કોરોનાકાળમાં આઈપીએલનાં આયોજન પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓએ આ મુદ્દાને વધુ હવા આપી છે. આઈપીએલ-14 માંથી ઓસ્ટ્રેલિયાનાં ત્રણ ખેલાડીઓ પરત ફર્યા છે. તેમાં એડમ ઝામ્પા, કેન રિચાર્ડસન અને એન્ડ્ર્યુ ટાઇ છે. ઝામ્પાએ બાયો બબલને આઈપીએલ-14 છોડવાનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતુ કે બાયો બબલને ભારતમાં છોડવું એટલું સલામત નથી લાગતું જેટલું તે યુએઈમાં આઈપીએલ 2020 દરમિયાન હતું. હવે આવી સ્થિતિમાં તમે પણ જાણવા માંગતા હશો કે બાયો બબલ શું છે અને તેમાં ખેલાડીઓ કેવી રીતે સલામત રહે છે.

123 190 બાયો બબલ વિશે તમે શું જાણો છો? કેવી રીતે ખેલાડીઓ રહી શકે છે સુરક્ષિત?

IPL 2021 / હૈદરાબાદ વિરુદ્ધ 17 રન બનાવી સુરેશ રૈનાએ રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કર્યો નામે

બાયો બબલ કોઈ નવો શબ્દ નથી. આઈપીએલની છેલ્લી સીઝનમાં પણ આ ચર્ચામાં હતો. બાયો બબલને ઇકો બબલ પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારનું સલામત વાતાવરણ છે. મેચ સાથે સંકળાયેલા તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ આ સલામત વાતાવરણમાં જીવંત રહે છે. તે એક વાતાવરણ બને છે જ્યાં તમને બહારની દુનિયાથી કાપી નાંખવામાં આવે છે. તે ક્વોરેન્ટીન કરવાની કેટલીક રીતોમાં સમાન છે, પરંતુ તેમાં કળકપણું વધારે જોવા મળે છે. આ સલામત વાતાવરણમાં જે કોઈપણ જાય છે તે બહારનાં વિશ્વથી સંપૂર્ણપણે કટ થઇ જાય છે. ખેલાડીઓનાં કોરોના ટેસ્ટ કરનારી ટીમે પણ તેનું પાલન કરવું પડે છે. તેઓ બાયો બબલની બહાર પણ જઈ શકતા નથી. તે બધા લોકો જેણે પહેલા કોરોના ટેસ્ટ પાસ કર્યું છે તે તેના વર્તુળ હેઠળ આવે છે એટલે કે જે પૂરી રીતે સંક્રમણથી દૂર હોય. જેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ છે તે જ બાયો બબલમાં જઈ શકે છે.

123 189 બાયો બબલ વિશે તમે શું જાણો છો? કેવી રીતે ખેલાડીઓ રહી શકે છે સુરક્ષિત?

IPL 2021 / હૈદરાબાદ વિરુદ્ધ માહીની ટીમે મેળવી આસાન જીત, પોઈન્ટ ટેબલમાં પહોંચી ટોચ પર

આઈપીએલની શરૂઆત પહેલા, બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને 7 દિવસ માટે ક્વોરેન્ટીનમાં રોકાવું પડ્યું હતું. ક્વોરેન્ટીન પૂર્ણ થયા પછી, ખેલાડીઓનો બાયો બબલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે કે તેઓ સંપૂર્ણપણે સલામત છે. આ બબલ મેદાનથી હોટલ સુધી બનાવવામાં આવે છે. ખેલાડીઓ તેની વચ્ચે રહે છે. આ બબલની અંદરનાં લોકો જ એકબીજાને મળી શકે છે, કારણ કે તે બધા કોરોનાથી દૂર છે. બધા રિપોર્ટ નેગેટિવ છે. ટૂર્નામેન્ટ પૂરી થાય ત્યાં સુધી તેઓ આ બબલમાંથી બહાર નીકળી શકતા નથી. વિશિષ્ટ સંજોગોમાં, બહાર જતા વ્યક્તિને બબલમાં પરત ફરતા પહેલા એક ક્વોરેન્ટીન થવુ પડે છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેઓ બાયો બબલમાં ફરી જોડાઇ શકે છે. બીસીસીઆઈનાં મતે, જો કોઈ બાય બબલ તોડે છે, તો તેને આચારસંહિતા માટે દોષી ઠેરવવામાં આવશે. તેની ઉપર કેટલીક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે.

Untitled 46 બાયો બબલ વિશે તમે શું જાણો છો? કેવી રીતે ખેલાડીઓ રહી શકે છે સુરક્ષિત?