ACT Final/ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત ચેમ્પિયન બની

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. ભારતીય ટીમે 4 વખત આ ખિતાબ જીત્યો છે, જ્યારે મલેશિયા (Malasiya) ક્યારેય આ ખિતાબ જીતી શક્યું નથી. જોકે ટીમ પાંચ વખત ત્રીજા સ્થાને રહી છે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. […]

Top Stories Breaking News Sports
ACT Final India vs Malasiya Hockey ટીમ ઈન્ડિયા ફાઈનલમાં મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત ચેમ્પિયન બની

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. ભારતીય ટીમે 4 વખત આ ખિતાબ જીત્યો છે, જ્યારે મલેશિયા (Malasiya) ક્યારેય આ ખિતાબ જીતી શક્યું નથી. જોકે ટીમ પાંચ વખત ત્રીજા સ્થાને રહી છે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.

હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. 6 ટીમોની ટૂર્નામેન્ટમાં ભારતે હજુ સુધી એક પણ મેચ ગુમાવી નથી. રાઉન્ડ રોબિન મેચમાં ભારતે મલેશિયા સામે આસાન જીત મેળવી હતી. મલેશિયા અત્યાર સુધી માત્ર ભારત સામે હાર્યું છે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 (Asian Champions Trophy Final 2023) તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 3 ઓગસ્ટથી શરૂ થયેલી આ હોકી (Hockey) ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને મલેશિયા વચ્ચે રમાશે. ભારત ત્રણ વખત વિજેતા છે, જ્યારે મલેશિયા પ્રથમ વખત ફાઇનલમાં રમી રહ્યું છે. સેમિફાઇનલમાં ભારતે જાપાનને 5-0થી જ્યારે મલેશિયાએ દક્ષિણ કોરિયાને 6-2થી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધાની અપેક્ષા છે.

ભારત (india) અને મલેશિયા વચ્ચે અત્યાર સુધીમાં 124 હોકી મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાને 86 જીત મળી છે. અને મલેશિયાએ 17 મેચ જીતી છે. 21 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. છેલ્લી 10 મેચોની વાત કરીએ તો ભારતે 8માં જીત મેળવી છે જ્યારે મલેશિયાએ માત્ર એક જ જીત મેળવી છે.

રાઉન્ડ રોબિનમાં 5-0થી જીત
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની રાઉન્ડ રોબિન મેચમાં પણ ભારત અને મલેશિયા ટકરાયા હતા. હરમનપ્રીત સિંહની ટીમે તે મેચ 5-0ના મોટા માર્જિનથી જીતી હતી. ભારતે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 25 ગોલ કર્યા છે જ્યારે માત્ર 5 ગોલ ખાધા છે. મલેશિયાએ 18 ગોલ કર્યા છે અને તેની સામે 10 ગોલ ખાધા છે.