Not Set/ જો તમે ડાર્ક સર્કલની સમસ્યાથી હેરાન છો તો કરો આટલું

અમદાવાદ  ચિંતિત હોય છે. ડાર્ક સર્કલ થવાના કેટલાક કારણો હોય છે. તણાવ, ઊંઘ ઓછી આવવી, હોર્મોન્સમાં ફેરફાર, જીવનશૈલીમાં ફેરફાર, વારસાગત અને અન્ય ઘણા કારણો ડાર્ક સર્કલ માટે જવાબદાર હોય છે.  જો તમે સમયસર આની સારવાર ન કરાવી તો તમારા ચહેરાની સુંદરતાને નુકશાન પહોંચાડી શકે છે. કેમિકલ આધારિત દવાથી આની સારવાર જલ્દીથી થઈ શકે છે. પરંતુ […]

Fashion & Beauty Lifestyle
tt5 જો તમે ડાર્ક સર્કલની સમસ્યાથી હેરાન છો તો કરો આટલું

અમદાવાદ 

ચિંતિત હોય છે. ડાર્ક સર્કલ થવાના કેટલાક કારણો હોય છે. તણાવ, ઊંઘ ઓછી આવવી, હોર્મોન્સમાં ફેરફાર, જીવનશૈલીમાં ફેરફાર, વારસાગત અને અન્ય ઘણા કારણો ડાર્ક સર્કલ માટે જવાબદાર હોય છે.  જો તમે સમયસર આની સારવાર ન કરાવી તો તમારા ચહેરાની સુંદરતાને નુકશાન પહોંચાડી શકે છે. કેમિકલ આધારિત દવાથી આની સારવાર જલ્દીથી થઈ શકે છે. પરંતુ ત્વચા ખૂબ જ સેન્સેટીવ હોય છે એટલે ઘરેલુ સારવારથી જ પોતાના ચહેરા અને આંખોની આસપાસના ડાર્ક સર્કલ દૂર કરી શકો છો.

ટામેટા : ડાર્ક સર્કલથી મુક્તિ અપાવવા માટે ટામેટા એક રામબાણ તરીકે કામ કરે છે. આ સ્કિનને સોફ્ટ(મુલાયમ) પણ બનાવે છે. ટામેટાનો એક ચમચી જ્યુસને લીંબુના એક ચમચી જ્યુસ સાથે ભેળવીને આંખોની આસપાસ લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે, આને ઓછામાં ઓછી 10 મિનીટ સુધી ઘસવું ફરજીયાત છે અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ દો.

Image result for dark circle in Tomato

બટાકા : કાચા બટાકાનો ગ્રાઈન્ડરમાં જ્યુસ કાઢો, આ જ્યુસને કોટનના કપડામાં પલાડીને આંખો બંધ કરીને તેને ડાર્ક સર્કલ પર લગાવવાથી તેમજ એ કપડાને જ્યુસમાં પલાડીને તેને ડાર્ક સર્કલ પર હળવાશથી મુકવાથી ડાર્ક સર્કલની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

Image result for dark circle in Potatoes

કોલ્ડ ટી બેગ : કોલ્ડ ટી બેગથી પણ આંખોના ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે, ટી બેગને પાણીમાં પલાડો અને ફ્રિઝમાં થોડી વાર માટે ઠંડુ થવા દો, ત્યારબાદ તે ટી બેગને આંખો બંધ કરીને ડાર્ક સર્કલ પર મુકો, આ દરરોજ કરો, આમ કરવાથી થોડાક જ દિવસોમાં તમને ફેરફાર નજરે પડશે.

Related image