Lifestyle/ ઉનાળામાં ગરમીનું સ્વાગત કેવી રીતે કરશો ?

ઉનાળાની સિઝનમાં સ્વાસ્થની પણ વધારે કાળજી રાખવી પડે છે. ગરમીમાં કબજિયાત,લૂ લાગવી, હાઈ બ્લડપ્રેશર, અતિસાર,કમળો ,તાવ આવવો,ત્વચા અને વાળ રુક્ષ થવા જેવી સમસ્યાઓનું પ્રમાણ વધી જાય છે.

Tips & Tricks Lifestyle
sn skindamageH ઉનાળામાં ગરમીનું સ્વાગત કેવી રીતે કરશો ?

વસંતઋતુ જેવી વિદાય લે છે તેવી ઉનાળાની શરૂઆત થઇ જાય છે. ઉનાળાની બપોર એટલે તડકાનો ભરપુર માત્રામાં વરસાદ. ઉનાળામાં ઠંડાપીણા ,બરફના ગોળા, આઈસક્રીમ, છાશ ,લીંબુનું શરબત , શેરડીનો રસ , વિવિધ ફળોના જ્યુસની બોલબાલા વધી જાય છે.

કપડાની પસંદગીમાં પણ ફેરફાર આવી જાય છે. ગરમીમાં લોકો સુતરાઉ,હળવા અને મુલાયમ કપડા પહેરવાનો આગ્રહ રાખે છે.

ઉનાળાની સિઝનમાં સ્વાસ્થની પણ વધારે કાળજી રાખવી પડે છે. ગરમીમાં કબજિયાત,લૂ લાગવી, હાઈ બ્લડપ્રેશર, અતિસાર,કમળો ,તાવ આવવો,ત્વચા અને વાળ રુક્ષ થવા જેવી સમસ્યાઓનું પ્રમાણ વધી જાય છે.

તો વળી કેટલાક લોકો ગરમીથી છુટકારો મેળવવા ઠંડા પ્રદેશના પ્રવાસે ઉપડી જાય છે.

ઉનાળાની સખત ગરમી વચ્ચે પણ કેવી રીતે સ્વસ્થ રહી શકાય તેના કેટલાક ઉપાયો તમને જણાવી દઈએ : 

દિવસ દરમ્યાન તાજા ફળોનું જ્યુસ તથા રસદાર ફાળો ખાવા

સરળતાથી પચે તેવો હળવો ખોરાક લેવો.

અતિસારથી બચવા માટે વધુ પ્રમાણમાં પાણી પીવાની ટેવ પાડવી .

જે લોકોને બી.પી ની તકલીફ હોય તેમણે તડકામાં બહાર  ન નીકળવું જોઈએ. જો તમારે બહાર નીકળવાનું થાય તો ગોગલ્સ, માથા પર ટોપી અથવા છત્રી લઈને જ બહાર નીકળવું.

ઉનાળામાં ગરમીના લીધે શરીરમાં પરસેવાનું પ્રમાણ વધી જાય છે આથી મોટાભાગે સુતરાઉ કપડા અથવા તો સિન્થેટીક કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ.

જે લોકોને બ્લડપ્રેશરની તકલીફ હોય તેમણે તરબુચનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તરબુચમાં ૯૦ ટકા પાણીનો ભાગ હોય છે.

શાકભાજીમાં દુધી, ટામેટા, ગાજર અને મુલાનું સેવન કરવું જોઈએ.

Image result for SUMMER PROTECTION

વાતાવરણમાં રહેલા પારજાંબલી કિરણો ત્વચાને બાળી નાખે છે અને શુષ્ક બનાવી દે છે આથી યોગ્ય ગુણવત્તાનું સનસ્ક્રીન વાપરવું જોઈએ.

જો તમે ગરમીમાં ગાજરનું સેવન કરતા હોય તો તમને જણાવી દઈએ કે તેમાં ગરમીનો ગુણ સમાયેલો હોય છે જે ઉનાળામાં હાનિકારક નીવડી શકે છે.

જીરાનો ભુક્કો, ફુદીનાના પાન યુક્ત તાજી મોળી છાશ નિયમિત પીવાથી ઠંડક થાય છે. ઉપરાંત કબજિયાતની તકલીફથી છૂટકારો થાય છે. લૂ થી પીડિત વ્યક્તિ માટે આ છાશ લાભદાયી નીવડે છે.

માટલીમાં (માટીનું વાસણ) ચંદન પાવડર, ગુલાબની પાંખડી તથા ચપટી સાકર ભેળવી રાતના પલાળી રાખવું. સવારે ગુલાબની પાંખડીને મસળી બરાબર મિક્સ કરી આ મિશ્રણ નયણા કોઠે પી જવાથી ઠંડક પ્રદાન થાય છે. જે વ્યક્તિને પરસેવો છૂટી લો બ્લડપ્રેશર થઈ જતું હો તેઓ આ ઉપચાર કરે તો અવશ્ય ફાયદો થાય છે.

ઉનાળાની ગરમીમાં જો તમને  ગુમડા કે ફોડલી ઉપસી આવતી  હોય તો ગુલાબ જળ લગાવવાથી તમે રાહત મેળવી શકો છો.

ફ્રીજનું ઠંડુ પાણીના બદલે માટીના માટલામાં કુદરતી રીતે ઠંડુ થયેલું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ .

દિવસ દરમ્યાન ઓછામાં ઓછુ ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ.

મહેંદીએ ખુજ ઠંડી હોવાથી તમે વાળમાં કે પગના તળિયે લગાવીને રાહત મેળવી શકો છો.

વધુ પડતું મસાલેદાર અને તેલવાળું ખાવાનું ટાળવું જોઈએ. બહારનું મારી મસાલા વાળું ભોજન એસીડીટીને આમંત્રણ આપે છે.

Image result for SUMMER PROTECTION

ઉનાળામાં ત્વચાની સ્વચ્છતા પર વિશેષ ઘ્યાન આપવું. દિવસમાં બે વખત અવશ્ય સ્નાન કરવું. સ્નાન કરતી વખતે પાણીમાં યુડી કૉલનના બે-ચાર ટીપાં નાખવાથી શરીરે વળતા પરસેવાની દુર્ગંધથી બચી શકાશે. ઉપરાંત સ્ફૂર્તિ અનુભવાશે.

શક્ય હોય તો દિવસમાં બે-ત્રણ વખત શરીરે ડિઓડરન્ટ છાંટવું જેથી પરસેવાની દુર્ગંધથી કંટાળી નહીં જવાય.

સ્નાન કર્યા બાદ ટેલકમ પાવડર અવશ્ય છાંટવો.

ઉનાળામાં ખાસ કરીને વાળની કાળજી અવશ્ય લેવી જોઈએ. વાતાવારણનું પ્રદુષણ અને પરસેવાના લીધે વાળ ચીકણા થઇ જાય છે આથી અઠવાડિયામાં ત્રણ વાર  વાળ ધોવા જોઈએ.

ઉનાળામાં વાસી ખાદ્ય પદાર્થો બિલકુલ આરોગવા નહીં. ગરમીને કારણે ખાદ્યપદાર્થો જલદી બગડી જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

ઘરને ઠંડુ રાખવા દિવસના સમયે ઉપયોગમાં ન લેવાતાં રૂમનાં બારી-બારણા બંધ રાખવા. પડદા પણ બંધ રાખવા જેથી તડકાથી રૂમ તપી ન જાય.

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે